નવી દિલ્હીઃ ફ્રાન્સ અને કતારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મોટી સમજૂતી કરાવી છે. આ સમજૂતી હેઠળ પેલેસ્ટિનિયન વિસ્તારોમાં નાગરિકોને માનવતાવાદી સહાયના બદલામાં ગાઝામાં આશરે 45 ઇઝરાયેલી બંધકો માટે દવાઓ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવી છે. રાફા બોર્ડર પાર લઈ જવામાં આવે તે પહેલા કતારથી ઇજિપ્ત માટે સહાય રવાના થશે.
કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સમજૂતી હેઠળ ગાઝા પટ્ટીના સૌથી વધુ પ્રભાવિત અને સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિકોને અન્ય માનવતાવાદી સહાયની સાથોસાથ દવાઓ પણ પહોંચાડવામાં આવશે. જેના બદલામાં ગાઝામાં ઈઝરાયલના બંધકોને જરૂરી દવાઓ પહોંચાડવામાં આવશે.