Site icon Revoi.in

ફ્રાંસ: ઈમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા,મરીન લે પેનને હરાવ્યા

Social Share

દિલ્હી:ઈમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે.પ્રમુખપદની ચૂંટણીના અંતિમ મતદાનમાં તેમણે ધુર દક્ષિણપંથી મરીન લે પેનને મ્હાત આપી.મેક્રોનને રવિવારે પ્રાથમિક અંદાજમાં 58.8 ટકા વોટ મળ્યા હતા,જ્યારે તેમના હરીફ મરીન લે પેનને માત્ર 41.2 ટકા વોટ જ મળ્યા હતા.

લે પેન પર મેક્રોનની જીત અપેક્ષિત હતી. કારણ કે પ્રથમ તબક્કાના મતદાન પછી આ બે ટોચના ઉમેદવારો પાછળ પડ્યા પછી, દૂર-ડાબેરી જીન-લોસ મેલેન્કોએ નીતિઓ સાથે સહમત ન હોવા છતાં કેન્દ્રવાદી મેક્રોનને સમર્થન જાહેર કર્યું.તેમણે તેમના સમર્થકોને અપીલ કરી કે, તેઓ લે પેન માટે એક પણ મત ન આપે.મેક્રોનને નાટો અને યુરોપિયન યુનિયનના સમર્થક માનવામાં આવે છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ હિંસા થઈ હતી.

મેક્રોને મતદારોને કોરોના મહામારી અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને વધુ એક તક આપવાની અપીલ કરી હતી.આ ચૂંટણી જીતીને મેક્રોન છેલ્લા 20 વર્ષમાં સતત બીજી વખત ચૂંટણી જીતનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે.આ સિવાય યુરોપની ભાવિ દિશા અને યુક્રેનમાં યુદ્ધ રોકવા માટે પશ્ચિમી દેશોના પ્રયાસો નક્કી કરવામાં દૂરગામી પરિણામો જોવા મળી શકે છે.