- ફ્રાસં કરકારની નવી યોજના
- કોરોનાને કાબુમાં લાવવા થશે મફ્ત તપાસ
- દરેક લોકોનો કોરોના ટેસ્ટ ફ્રીમાં કરાશે
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે,કોરોના સંકટની વચ્ચે દરેક દેશ ઈચ્છે છે કે પોતાના દેશમાંથી કોરોનાનું સંક્રમણ અટકી જાય દેશ કોરોના મૂક્ત થાય,પરંતુ જ્યા સુધી કોરોનાવાયરસની રસી સંપૂર્ણ પણે અસ્તિતિવમાં ન આવે તdયા સુધી તે શક્ય નથી,ત્યારે ફ્રાંસ દેશની સરકારએ કોરોનાને અટકાવવા માટે કંઈક જુદી જ રીત અપનાવી છે.
ફ્રાંસમાં કોરોનાની ટેસ્ટમાં ગતિ લાવવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ હવે દરેક લોકોના કોરોના ટેસ્ટ મફ્તમાં કરી આપવામાં આવશે,આ બાબતે ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરન એ એક મહત્વની સુચના આપી છે છે. તેમના કહ્યા મુજબ, હવેથી દેશમાં કોરોનાનું ટેસ્ટિંગ તદ્દન મફતમાં થઈ શકશે અને અત્યાર સુધી જેટલા લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવવાની ફી આપી છે તેઓને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે.
ફ્રાંસ સરકારનો આમ કરવા પાછળનો મુખ્ય હેતું એક-એક કોરોના સંક્રમિતને બહાર લાવવાનો છે જેથી કરીને તમામ કોરોનાના દર્દીઓની ભાળ મેળવી શકાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય,જો આ રીતે ટેસ્ટની ફીમાં છૂટ આપી દેવાશે તો સામેથી જનતા ટેસ્ટ માટે આવે અને તેઓ કોરોના સંક્રમિત છે કે નહી તે સરળતાથી જાણી શકાય,
ઓલિવર વેરને આ સમગ્ર બાબતે કહ્યું કે, શનિવના રોજ આ આદેશ પર મેં હસ્તાક્ષર કર્યા હતા. આજથી જ જો કોઈ પણ ડોક્ટરની સલાહ લીધા વિના, કોઈ પણ લક્ષણો વગર કે પછી ઠોસ કારણ વગર પણ પીસીઆર ટેસ્ટ કરાવશે તો પણ તેને ટેસ્ટની સંપૂર્ણ ફી પરત કરી દેવાશે, આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રીએ ફ્રાંસમાં વધી રહેલા કોરોનાના સંક્મીતો માટે ચિંતા જતાવી હતી.
ઓલિવરના જણાવ્યા મુજબ, અમે હાલ કોરોનાની બીજી આવનારી ભરતીની વાત ન કરી શકીએ,પરંતુ એક વાત છે કે, છેલ્લા વિતેલા દિવસોની સંખ્યામાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, તો એ પહેલાના 13 જેટલા અઠવાડિયામાં કેસ ઘટવાની ઘટના પણ બની હતી, આ સાથે જ તેઓ એ લોકોને કોરોનાીઈ સાવધાન રહેવા તેમજ આ મહામારીને ગંભીરતાથી લેવાની સુચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં પણ હવે સતત કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે. અત્યાર સુધી અંહી 1 લાખ 80 હજારથી પણ વધુ લોકો કોરોનાની ઝપે઼માં આવી ચૂક્યા છે,તો સામે મૃત્યુ પામનારનો આકંડો પણ 30 હજારને વટાવી ગયો છે,જેના કારણ વધતી ચિંતામાં સરકારે કોરોનાની તપાસ ફ્રી માં કરાવવાના આદેશ આપ્યા છે.
સાહીન-