નવી દિલ્હીઃ દુનિયામાં જ્યારે પણ મહત્તમ પ્રેશર સાથે કામ કરવાની વાત થાય છે ત્યારે સૌથી પહેલા અમેરિકા અને બ્રિટનનું નામ આવે છે. જો કે, કોરોના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવાને કારણે, મોટાભાગના દેશોમાં કામકાજના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, લોકોમાં આદત બની ગઈ છે કે આખો દિવસ મેઈલ ચેક કરતા રહેવું, કામ પ્રત્યે સજાગ રહેવું. તેની અસર ભારતમાં પણ જોવા મળી હતી. પરંતુ આમ છતાં અમેરિકા, બ્રિટન અને ભારત કે ચીન સૌથી વધુ કામ કરતા લોકોના દેશોમાં નથી, ફ્રાન્સનું નામ આ યોદીમાં સૌથી ઉપર આવે છે. જો કે, અમેરિકન લોકોએ ચોક્કસપણે દબાણ હેઠળ વધુ સારી રીતે કામ કરવાથી ટેવાયેલા છે, પરંતુ ફ્રાંસના લોકો સૌથી વધુ કામ કરવામાં સૌથી આગળ છે.
ફ્રાન્સમાં 10 માંથી ચાર વ્યવસાયિક લોકો નિયમિત વિરામ વિના લાંબા સમય સુધી કામ કરે છે અને તેમના કામના કલાકો યુએસ, ચીન અને યુકે તેમજ વૈશ્વિક સરેરાશ કરતા 25% લાંબા છે. તેમ એક સર્વેમાં સામે આવ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કયા દેશના લોકો વધુ કામ કરે છે.
અન્ય તમામ દેશોની સરખામણીએ ફ્રાન્સના લોકો તેમના કામ પ્રત્યે વધુ ચિંતિત જોવા મળ્યાં હતા. વિશ્વભરના દેશોની તુલનામાં ફ્રેન્ચ લોકોમાં આર્થિક અસ્થિરતા અને સંગઠનાત્મક સ્થિતિ સુધારવાની ઇચ્છાએ તેમના કામના કલાકોમાં વધારો કરવામાં ફાળો આપ્યો. એસ સંસ્થાના એન્થોની કેબ્રેલીએ જણાવ્યું હતું કે, ‘બાહ્ય આર્થિક દબાણ અને પોતાની જાત પર જવાબદારી લેવાની વૃત્તિના સંયોજને ફ્રેન્ચ અધિકારીઓને સૌથી વધુ કામ કરવા પ્રોત્સાહિત કર્યાં છે.’ 2017 માં, ફ્રાન્સે ડિસ્કનેક્ટ કરવાના અધિકાર પર કાયદો ઘડ્યો. આવો કાયદો લાગુ કરનાર તે વિશ્વનો પ્રથમ યુરોપીયન દેશ બન્યો હતો. આ કાયદા અનુસાર, કર્મચારીઓને કામના નિશ્ચિત કલાકો પછી મેઇલ અથવા કૉલ કરવા પર પ્રતિબંધ હતો.
(Photo-File)