Site icon Revoi.in

ફ્રાંસની હિંસા એ તૃષ્ટીકરણની રાજનીતિ કરતા દેશો માટે લાલબત્તી સમાન !

Social Share

નવી દિલ્હીઃ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરના મૃત્યુ બાદ પરિસ્થિતિ વણસી છે, એટલું જ નહીં દેખાવકારો એટલે કે કટ્ટરપંથીઓ જાહેર સ્થળો ઉપર તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપી રહ્યાં છે. જેથી ફ્રાંસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાનું દુનિયાના કેટલાક દેશો માની રહ્યાં છે. દરમિયાન ઈમામ તૌહીદએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ફ્રાંસે આ મુસ્લિમ કટ્ટરપંથીઓ અને તેમના વ્યવહાર માટે વાસ્તવિક નીતિઓ બનાવી છે જેથી તેમના દેશમાં જવાનો માર્ગ ખુલ્લો થાય, સસ્તો શ્રમ અને વોટની લાલચ માટે આ બધુ કરાયું હતું પરંતુ આનાથી કોઈ પરિણામ મળ્યું નથી. આમ ફ્રાંસે લાલચમાં મુસ્લિમ કટ્ટરપંથીઓને બોલાવ્યા અને તેઓ જ હવે દેશને સળગાવી રહ્યાં છે. બીજી તરફ રાજકીય તજજ્ઞો પણ ફ્રાંસની હિંસાની ઘટનાને તૃષ્ટીકરણની રાજનીતિ કરતા દેશો માટે લાલબતી સમાન માની રહ્યાં છે.

પીસ ઓફ ઈમામના નામથી જાણીતા ઈમામ તૌહીદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ફ્રાંસ માટે હાલના સમયે શાંતિનો એક માર્ગ છે અને તે સત્યને સ્વિકારવું. તેમજ એ તથ્યોને સમજવા જોઈએ કે જેનાથી આ સમસ્યા વકરી છે. જૂઠ અને અસત્ય ક્યારેય શાંતિનો આધાર ના હોઈ શકે. ફ્રાંસે પોતાની સમસ્યાઓને આયાત કરી છે. ફ્રાંસે આ કટ્ટરપંથીઓ અને તેમના વ્યવહાર માર્ગે વાસ્તવિક નીતિઓ બનાવીને પોતાના દેશમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. સસ્તો શ્રમ અને વોટની લાલચમાં આ બધુ કરવામાં આવ્યું હતું. પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નતી. જે પણ કટ્ટરપંથી ફ્રાંસમાં ગયા છે તેમાંથી કોઈ પણ કામ કરવા માંગતા નથી, તેઓ ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રના વિરોધી છે. એટલે જ તેઓ મતદાન કરવામાં પણ રસ દાખવતા નથી. આવુ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેઓ હકીકતમાં નાગરિક બનશે. કટ્ટરપંથીઓને તેમણે સંદેશ પણ આપ્યો છે કે, દેશને સળગાવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં.

વાંચોઃ ઈસ્લામી કટ્ટરપંથીઓને આવકારતા પશ્ચિમિ દેશો તેનું પરિણામ ભોગવેઃ મૌલાના મોહમ્મદ તૌહિદી

રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈંક્રો ઉપર પ્રહાર કરતા ઈમામે વધુમાં જણાવ્યું હતું કે, મૈક્રોએ ઈસ્લામમાં સુધારની અપીલ કરી હતી, તેમજ તેમણે ફ્રાંસની સમસ્યા માટે મુસ્લિમ દેશોને જવાબદાર ઠરાવ્યાં હતા. પરંતુ મુસ્લિમ દેશોને ફ્રાંસની સમસ્યાથી કોઈ લેવા-દેવા નથી, રાષ્ટ્રપતિએ પોતાની સમસ્યાઓ જાતે જ પસંદ કરી છે. જો તેઓ હવે જાગે અને સચ્ચાઈ તથા તથ્યોને સાથે રાખીને સમસ્યાના નિરાકરણનો માર્ગ શોધે. અંતમાં ઈમામે લખ્યું છે કે, સત્ય તો એ છે કે તોફાનોમાં સામેલ આ કટ્ટરપંથીઓ ફ્રાંસના છે જ નહીં.