Site icon Revoi.in

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં RTE હેઠળ પ્રવેશની કાર્યવાહી શરૂ

Social Share

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જુન-૨૦૨૩ના રોજ છ વર્ષ પુર્ણ કરેલ હોય અને 1) અનાથ બાળક; (૨) સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક; (૩) બાલગૃહના બાળકો; (૪) બાળ મજુર/સ્થળાંતરીત મજુરના બાળકો (૫) મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-૨૦૧૬ ની કલમ-૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો; (૬) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો; (૭) ફરજ દરમ્યાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ દળના જવાનના બાળકો; (૮) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી; (૯) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો; (૧૦) ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુટુંબના બાળકો; (૧૧) અનુસુચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો; (૧૨) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ/વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો આ કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે; (૧૩) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

તેમજ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩)માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેર વિસ્તારમાં રૂા. ૧,૫૦,૦૦૦-ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે જેની નોંધ લેવામાં આવે.

વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેનો લાભ વંચિત જૂથના બાળકોને મળવાપાત્ર છે.

પ્રવેશ મેળવવા માટે બાળકના વેબસાઇટ પર તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા, કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.

અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે.

વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્ષ રીટર્ન, તથા ઇન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો પોતાની પાસે રાખવાની રહેશે.