વિદ્યાર્થીઓને CBSE શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે NETS પરીક્ષા યોજાશે
ગાંધીનગરઃ SHRESHTA યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને National Testing Agency (NTA) દ્વારા લેવામાં આવતી National Entrance Test for SHRESHTA-NETS દ્વારા પસંદ કરી ધોરણ-૯ અને ૧૧માં મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
આ યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે National Entrance Test for SHRESHTA (NETS) એપ્રિલ 23 માં યોજાઈ શકે તેવી સંભાવના છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS-SHRESHTA યોજના અમલમાં છે. જેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા-શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.