Site icon Revoi.in

ગાંધીનગરમાં કાલે ગાંધી જ્યંતિથી ઈન્દ્રોડા પાર્કમાં વિનામુલ્યે પ્રવેશ અપાશે

Social Share

ગાંધીનગરઃ’ગીર’’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા.2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘’વન્યજીવ સપ્તાહ’’ની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન બાળકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ કે નાગરિકો તમામ માટે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં એન્ટ્રી ફી વસૂલવાને બદલે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

’ગીર’’ ફાઉન્ડેશન દ્વારા  કાલે તા.20 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે ‘’ગીર’’ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન, બર્ડ વૉક, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ, ઈકો કલબ ટીચર્સ ટ્રેનિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ઉપરાંત રાજ્યભરના વિદ્યાર્થીઓ પણ જોડાશે.