જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના
(મિતેષ સોલંકી)
- ભારત સરકાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન-2021 સુધી ગરીબોને દર મહિને 5 કિગ્રા મફત અનાજ આપશે તેવી જાહેરાત કરી.
- જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા, 2013 અંતર્ગત આવે છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે.
- જૂન-2021 સુધી અનાજ તરીકે ચોખા અથવા ઘઉં આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવામાં આવશે.
- આ યોજના અંતગત લગભગ 80 કરોડ લોકોને લાભ મળશે.
- યોજના માત્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થી સુધી મર્યાદિત ન રહેતા, અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ ને પણ મળશે.
- સંપૂર્ણ યોજનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે જે લગભગ 26000 કરોડ રૂ. હશે.
- આ યોજના લાગુ કરવાની જવાબદારી ગ્રાહક સંબંધિત બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની રહેશે.