Site icon Revoi.in

ગાંધીનગરમાં ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાનને મળ્યો નબળો પ્રતિસાદ,

Social Share

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે લોક જાગૃતિના પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં મતદાતાઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ચૂંટણી પંચે ખાનગી કેબ સાથે કરાર કરી ‘ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં રવિવાર સુધી માત્ર 7 મતદાતાઓએ રજિસ્ટ્રેશન કરાવતા આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે. પાટનગરના મતદારોને મફતનો લાભ લેવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી.

ગાંધીનગર કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં વધુ મતદાન થાય તે માટે ‘ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાન શરૂ કર્યુ હતું. આ અભિયાનમાં મતદાન કર્યા બાદ શાહીનું નિશાન દેખાડનાર મતદાતાને મતદાન મથકથી ઘર સુધી બાઈક ટેક્સીમાં ફ્રી રાઈડ આપવામાં આવશે. એવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે ગાંધીનગરમાં રવિવાર સુધીમાં માત્ર સાત મતદાતાઓએ ‘ફ્રી રાઈટ ટુ હોમ આફ્ટર વોટિંગ’માં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડા પરથી કહી શકાય કે મતદાતાઓમાં આ અભિયાન પ્રત્યે બહુ ઉદાસીનતા છે અને ગાંધીનગરમાં આ અભિયાનનો લગભગ ફિયાસ્કો થયો છે.

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં અમદાવાદ,રાજકોટ, સુરત, આણંદ બરોડા જિલ્લામાં ‘સવારી જવાબદારી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘ફ્રી રાઈડ ટુ હોમ આફ્ટર વોટિંગ’ એટલે કે મતદાન કર્યા બાદ મતદાતાને ફ્રી બાઈક કેબ દ્વારા તેના ઘરે પહોંચાડવામાં આવશે. મતદાતા એ આ સુવિધા લેવા માટે મતદાન કર્યા બાદ ખાનગી કંપનીની એપ ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન બાદ મતદાતા આંગળી પર શાહીના નિશાનનું ચિન્હ દેખાડશે એટલે તેને ફ્રીમાં મતદાન મથકેથી ઘર સુધી લઈ જવામાં આવશે. જો કે ગાંધીનગરમાં રવિવાર સુધીમાં ‘ફ્રી રાઇટ ટુ હોમ આફ્ટર વોટિંગ’ અભિયાનમાં 7 રજિસ્ટ્રેશન થયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન વધારવા માટે કટિબદ્ધ છે.