Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ વડોદરામાં મતદારો માટે ટી સંચાલકે આપી અનોખી ઓફર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં બપોરના ચાર કલાક સુધીમાં માત્ર 30 ટકા જેટલું જ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારો ચિંતામાં મુકાયાં છે. તેમજ મતદારોને મતદાન કરવા માટે કાર્યકરોને દોડાવ્યાં છે. બીજી તરફ વડોદરામાં એક ટી સંચાલક દ્વારા મતદાન વધે તેવા ઈરાદે અનોખી ઓફર કરવામાં આવી છે. મતદારોને ફ્રીમાં ચા પીવડાવવાની જાહેરાત કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ટી સંચાલકે મતદાન વધારેમાં વધારે થાય તે માટે મતદારોને ફ્રીમાં ચાની જાહેરાત કરી હતી. મતદાન કર્યા બાદ આંગળી ઉપર લગાવેલી શાહી જોઈને ટી સંચાલક દ્રારા મતદારોને ચા પીડવવામાં આવી હતી. આવી જ રીતે એક રેસ્ટોરાં સંચાલક દ્વારા પણ આવી ખાસ ઓફર આપવામાં આવી હતી. બાપાની મોજ રેસ્ટોરાં દ્વારા આજે સવારના આઠ વાગ્યાથી 12 વાગ્યા સુધી મતદાન કરીને આવનાર લોકોને મફતમાં ચા પીવડાવવામાં આવી હતી.