Site icon Revoi.in

પાવાગઢ ફરવા જવું છે? તો બંન્ને વેક્સિન લો અને રોપ-વેમાં ફ્રી મુસાફરી કરો

Social Share

દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલા પ્રમાણમાં આવતા નથી, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ સતત ઘટી રહ્યા છે અને તેના કારણે લોકોને તથા સરકારને પણ રાહત થઈ છે. લોકોમાં જાગૃતિ આવે અને કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે વેક્સિન લે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ આ રેસમાં ખાનગી કંપની દ્વારા પણ લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હવે આવા સમયમાં જે લોકો ફરવા જવાનું વિચારે છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે જે લોકોએ વેક્સિન લીધી છે તે લોકોને પાવાગઢમાં ફ્રીમાં રોપવે સુવિધા મળશે.

100 કરોડ ડોઝની ઉજવણી પર ઉષા બ્રેકો ભારત સરકાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી બનવા માટે સામાન્ય જનતાને ફ્રીમાં રોપ-વેની સવારી કરાવશે. તેમાં સૌથી પહેલા આવનારા 100 લોકોને ફ્રી સેવાની તક આપવામાં આવશે. તેમાં ફ્રી રાઈડનો આનંદ માણવા ઈચ્છતા લોકોએ બંને ડોઝના વેક્સિનેશન સર્ટિફિકેટ દેખાડવા પડશે. તેમને દેશભરની 7 જગ્યાઓ ઉપર ઉપસ્થિત રોપ-વેની ફ્રી રાઈડ ઉપલબ્ધ થશે.

ઉષા બ્રેકો કંપની જે જુનાગઢ (junagadh) સહિતના યાત્રાધામ પર્વત ઉપર રોપવેનું સંચાલન કરે છે. ઉષા બ્રેકો કંપનીએ (Usha Braco Company) સ્વાભિમાન સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત પહેલા 100 લોકોને જે સંપૂર્ણપણે વેક્સિનટેડ હશે તેમને રોપ વેની ફ્રી રાઈડ (ropeway free ride) કરાવશે.

દેશમાં ગિરનાર રોપવે- જૂનાગઢ, મા મહાકાળી રોપવે- પાવાગઢ, મા અંબાજી રોપવે- અંબાજી, મા મનસા દેવી રોપવે- હરિદ્વાર, મા ચંડીદેવી, હરિદ્વાર- ઉત્તરાખંડ, મલમ્પુજહ રોપવે- પલક્કડ (કેરળ), અને જટયૂપારા રોપવે- કોલ્લમ (કેરળ)માં લોકોને આ સેવાનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે ટોક્યોમાં રમાયેલી પેરા ઓલિમ્પિકમાં નિરજ ચોરડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેની ઉજવણી દેશમાં કરવામાં આવી હતી.