જો તમે પણ ખરેખર સ્પામ કોલથી પરેશાન છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દેશમાં સ્પામ કોલની સમસ્યાને કંટ્રોલ કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. રેગ્યુલેટરે તમામ નેટવર્ક પ્રોવાઈડર્સને અનરજિસ્ટર્ડ કોલર્સના પ્રમોશનલ કોલ્સ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ટ્રાઈએ 13 ઓગસ્ટના રોજ જારી એક સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. આ આદેશ હેઠળ ટ્રાઈએ ભારતમાં કાર્યરત ટેલિકોમ કંપનીઓને સ્પામ કોલ્સને બ્લેકલિસ્ટ કરવા માટે પણ કહ્યું છે, જેમાંથી ઘણા નાગરિકો માટે નાણાકીય ખતરો છે.
TRAIના આ નિર્દેશ અનુસાર, ભારતમાં તમામ ટેલિકોમ ઓપરેટરોએ અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (UTM) અથવા અનરજિસ્ટર્ડ પ્રેષકો પાસેથી પ્રમોશનલ કૉલ્સ પ્રાપ્ત કરવાનું બંધ કરવું પડશે, પછી ભલે તે પ્રી-રેકોર્ડેડ હોય, કમ્પ્યુટર જનરેટેડ હોય અથવા અન્યથા. ટ્રાઈના સેક્રેટરી અતુલ કુમાર ચૌધરીએ હસ્તાક્ષર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “TRAI દ્વારા આ નિર્ણાયક પગલાથી સ્પામ કોલ્સ ઘટાડવા અને ગ્રાહકોને રાહત મળવાની અપેક્ષા છે.”
સ્પામ કૉલ્સને રોકવામાં બ્લોકચેનની મદદ
ભારતમાં સ્પામ કોલની વધતી જતી સમસ્યાને રોકવા માટે TRAI દ્વારા ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (DLT) તરીકે પણ ઓળખાતી બ્લોકચેન ટેકનોલોજી અપનાવવામાં આવી છે. “પ્રેષકને બ્લેકલિસ્ટ કરવા અંગેની માહિતી OAP દ્વારા DLT પ્લેટફોર્મ પરના અન્ય તમામ એક્સેસ પ્રદાતાઓ સાથે 24 કલાકની અંદર શેર કરવામાં આવશે. ત્યારબાદ, મોકલનારને આપવામાં આવેલા તમામ ટેલિકોમ સંસાધનોને ડિસ્કનેક્ટ કરવામાં આવશે,” ટેલિકોમ રેગ્યુલેટરે જણાવ્યું હતું.
#SpamCalls#TRAI#TelecomRegulation#BlockSpamCalls#TelecomUpdate#DLTTechnology#TelecomOperators#SpamCallReduction#TelecomNews#BlockchainInTelecom#TRAIUpdates