Site icon Revoi.in

દિલ્હીમાં હાડ થીજાવતી ઠંડી! IMDએ યલો એલર્ટ જારી કર્યું

Social Share

દિલ્હી:પર્વતો પર હિમવર્ષા સાથે મેદાની વિસ્તારમાં શીત લહેરનો દોર જારી છે. દિલ્હીમાં રવિવારે પણ ઠંડીનું મોજું રહ્યું.આ દરમિયાન, હવામાન વિભાગએ સોમવાર એટલે કે આજ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ઠંડીનો દિવસ નોંધવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે બાળકો અને વૃદ્ધોને પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રાજેન્દ્ર જેનામમણીના જણાવ્યા અનુસાર 13 જાન્યુઆરીથી શરૂ થયેલો ઠંડીનો સમયગાળો શરૂ રહેશે.દિલ્હીના સત્તાવાર માનક કેન્દ્ર સફદરજંગમાં સ્થિતિ આવી નથી. જેનામાનીના જણાવ્યા અનુસાર સતત ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 કલાકમાં દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં તીવ્ર ઠંડી નોંધાશે.રવિવારે પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વધુ ધુમ્મસ નોંધાયું હતું.સાથે જ બપોરના 12 વાગ્યા બાદ સુરજ નીકળતા લોકોને ઘણી રાહત મળી હતી. દિવસભર અંધારપટ્ટે વરસાદ શરૂ રહ્યો હતો. આ સાથે જ સાંજના સમયે લોકો હીટર અને બોનફાયરથી ઠંડીથી બચવાના પ્રયાસો કરતા રહ્યા હતા.

અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, હવામાં ભેજનું પ્રમાણ 62 થી 92 ટકા રહ્યું હતું.જેના કારણે સવારે માર્ગો પર સાધારણ ધુમ્મસ છવાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 16 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાય શકે છે.આ સાથે માહિતી મળી છે કે, ધુમ્મસના કારણે દિલ્હી આવતી 7 ટ્રેનો મોડી ચાલી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિને કારણે 21 અને 22 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 22 જાન્યુઆરી માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને તે 11 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.