Site icon Revoi.in

ફ્રાંસની કોસ્મેટિક કંપની l’oreal વિવાદમાં – ઘાતક કેમિકલનો ઉપયોગ કરવા બદલ 57 ફરીયાદ નોંધાયા

Social Share

દિલ્હીઃ- સૌંદર્ય પ્રસાધન વ્સતુઓ બનાવતી કંપનીઓ સતત વિવાદમાં રહે છે,જ્હોનસન એન્ડ જ્હોન કંપની સામે પણ ફરીયાદ નોંધાઈ હતી ત્યારે હવે આજ રીતે શેમ્પુ માટે જાણીતી બ્રાંડ લોરિયલ સામે 57 કેસ દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફ્રેન્ચ કોસ્મેટિક કંપની લોરિયલ  વિવાદમાં આવી છે. શિકાગોની ફેડરલ કોર્ટે દાવો કર્યો છે કે લોરિયલ અને અન્ય કોસ્મેટિક કંપનીઓ વાળને સ્ટ્રેટ અને સ્મૂથ કરવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરે છે. આ સાથએ જ એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા ઉત્પાદનોને કારણે કેન્સર અને અન્ય રોગોનું જોખમ રહેલું છે.

લોરિયલ સામે કરવામાંમ આવેલા કેસોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કોસ્મેટિક કંપનીઓ આ ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા ખતરનાક રસાયણોના નુકસાન વિશે જાણે જ છે , પરંતુ તેમ છતાં તેનું વેચાણ કરતી રહે છે.જો કે લોરિયલે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તેના પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમારી કંપનીના ઉત્પાદનમાં કોઈ હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

આ સાથે જ આ તમામ કેસને જોતા હવે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ મેરી રોલેન્ડે કોસ્મેટિક કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા રસાયણોની તપાસનો આદેશ આપ્યો છે.જો કે આ પ્રકારના આરોપ લોરિયલ એસએની યુએસ સબસિડિયરી,ઉપરાંત ભારત સ્થિત કંપનીઓ ગોદરેજ સોન હોલ્ડિંગ્સ ઇન્ક અને ડાબર ઇન્ટરનેશનલ લિમિટેડનો સમાવેશ થાય છે.