નવી દિલ્હીઃ પેરિસમાં આજથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપન 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પી. વી. સિંધુ સહિત 11 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં પી. વી. સિંધુ મહિલા સિંગલ્સ પ્રારંભિક તબક્કામાં કેનેડાની મિશેલ લી સામે ટકરાશે. પુરુષ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી મલેશિયાના ઓન્ગ યુ સિન અને ટીઓ ઈ યી સામે ટકરાશે.
પ્રિયાંશુ રાજવત તેના ફ્રેન્ચ ઓપન અભિયાનની શરૂઆત વિશ્વના નંબર 1 વિક્ટર એક્સેલસન સામે કરશે. જ્યારે કિદમ્બી શ્રીકાંતનો મુકાબલો વિશ્વના નંબર 14 ચૌ ટી એન ચેન સામે થશે. આ ઉપરાંત, એચ. એસ. પ્રણય સહિતના ખેલાડીઓ સ્પર્ધાના વિવિધ તબક્કામાં તેમના પ્રતિસ્પર્ધીઓ રમશે.