દિલ્હીઃ સર્બિયાના કદાવર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ કેરિયરમાં બીજી વાર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવા સાથે ઓપન યુગના ઇતિહાસ પુરુષ બની ગયા છે. વિશ્વ રેકિંગમાં નંબર પર રહેલા જોકોવિચએ રાત રોલાં ગૈરોને લાલ બજરિયુક્ત સેન્ટર કોર્ટ પર પ્રથમના બે સેટમાં પાછળ રહ્યાં બાદ જોરદાર વાપસી કરી હતી. તેમજ પાંચવી સીડ યુનાનના સ્ટેફાનોસ સિટસિપાસને 4 કલાક અને 11 મિનિટના સંઘર્ષમાં 6-7, 2-6, 6-3, 6-2 અને 6-4થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો.
34 વર્ષિય જોકોબિચ આ સાથે ઓપન યુગના પહેલા ખેલાડી બની ગયા છે જેમને પોતાના કેરિયરમાં ઓછામાં ઓછું ચારેય ગ્રેન્ડ સ્લેમમાં ટાઈટલ મેળવ્યું છે. જો કે, ટેનિસ ઈતિહાસમાં આ ઉપલબ્ધિ મેળવનારા તેઓ ત્રીજા ખેલાડી છે. આ પહેલા રોય એમર્સન અને રોડ લેવરને બે તથા વધારે વખત ચારેય ગ્રેન્ડ સ્લેમમાં જીત્યા છે.
મોસ્કેટેયર્સ ટ્રોફી જીત્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, ચોક્કસ હું રોમાંચિત છુ અને મને આ ઉપલબ્ધિનું ગર્વ છે. રમતના ઇતિહાસનો હિસ્સો બનીને સંતોષ થયો છે.
જોકોવિચએ આ પહેલા 2016માં બ્રિટેનના એન્ડી મરેને હરાવીને પ્રથમવાર ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યું હતું. કેરિયરમાં 19મી વાર ગ્રેન્ડ સ્લેમની ઉપાધી મેળવીને સૌથી વધારે ટાઈટલ જીતનારા ખેલાડીની યાદીમાં સામેલ થયાં છે.
બીજી તરફ મહિલા સિંગલ ચેમ્પિયન ચેક ગણરાજ્યની બારબરા ક્રેઈકોવાએ ડબલ સફળતા મેળવી છે. પોતાના દેશની કેટરિના સિનિયાકોવા સાથે મળીને ડબલ્સનું ટાઈટસ પણ પોતાને નામ કર્યું છે.