Site icon Revoi.in

ભારત-ફ્રાન્સની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આમંત્રિત કર્યા

Social Share

 

દિલ્હીઃ- ફ્રાંસ અને ભારતના સંબંધો અન્ય દેશોની જેમ જ વિશેષ રહ્યા છએ ત્યારે ભારત અને ફ્રાંસ પોતાના ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છએ આ અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે.

જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે. બેસ્ટિલ ડે, દર વર્ષે 14 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, તે ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ છે. આ દિવસને પેરિસમાં ચેમ્પ્સ એલિસીસ ખાતે વિશેષ લશ્કરી પરેડ દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે.આ વખેત પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે,