- ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારત પર વિશ્વાસ જતાવ્યો
- કહ્યું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવાની પ્રેરણા આપીશકે છે
દિલ્હીઃ- ભારત દેશ વિશઅવની સાથે કદમ મિલાવી રહ્યો છે વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે ફ્રાંસ હોય ભારતનું પલ્લુ ભારી બની રહ્યું છે ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ યુક્રેન અને રશિયાના યુદ્ધને ઉકેલવા માટે ભઆરતને પ્રેરણારુપ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત, યુક્રેન વિરુદ્ધ રશિયન આક્રમણના “ગંભીર મુદ્દા”ને ઉકેલવા માટે વિશ્વને પ્રેરણા આપી શકે છે.
તેમણે એૃવધુમાં કહ્યું કે સિદ્ધિ દર્શાવે છે કે એરબસ અને સેફ્રાન સહિત તેના ભાગીદારો ભારત સાથે સહકારના નવા ક્ષેત્રો વિકસાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને અમે અવકાશથી સાયબર સુધી, સંરક્ષણથી સંસ્કૃતિ સુધીના સહયોગની વિશાળ શ્રેણી વિકસાવી છે.ભારત અને ભારતીય લોકોની સંભવિતતાને જોતાં અમારી પાસે હવે ઘણું આગળ વધવાની ઐતિહાસિક તક છે.” તેમણે એરબસનું યોગદાન આપતા કહ્યું. ભારતના ઉત્કૃષ્ટ વિકાસ માટે અને એર ઈન્ડિયાને 250 નવા એરક્રાફ્ટ આપવા એ આ દિશામાં વધુ એક પગલું હશે.