Site icon Revoi.in

કચ્છ અને પાટણ બ્રાન્ચની કેનાલોમાં વારંવાર પડતા ગાબડાં, કોંગ્રેસે કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે સિંચાઈ માટે બનાવેલી બ્રાન્ચ  કેનાલોમાં હલકા બાંધકામોને લીધે અવાર-નવાર ગાબડાંઓ પડતા હોય છે. જેમાં પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. ઉપરાંત  કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જોવા મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે તેના બોલતા પૂરાવા સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ 150 ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે  કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો આક્ષેપ કર્યો હતો. કે કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે. અને આ ભ્રષ્ટાચારનું કમિશન છેક ગાંધીનગર પહોચતું હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે કરોડો  રુપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદ રુપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદાની બ્રાન્ચ કેનાલોની સ્થિતિ પણ સારી નથી.  પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જોવા મળી રહ્યા છે. એટલુ જ નહીં પણ  150 ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડુતો દ્વારા પણ કેનાલોના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.હાલ  નર્મદા બ્રાન્ચ કેનાલની સ્થિતિ એવી છે. કે, વધારે પાણી છોડવામાં આવે તો આસપાસના ગામની સ્થિતિ કપરી બની જાય એવી ભીતી જોવા મળી રહી છે. અગાઉ સ્થાનિક ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પત્ર લખીને કેનાલ રિપેર કરવા માટે માંગ કરી હતી.

દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો.  કે કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે અને આ ભ્રષ્ટાચારનું કમિશન છેક ગાંધીનગર સુધી પહોંચે છે. કેનાલના કામમાં ભ્રષ્ટાચારને કારણે વારંવાર ગાબડા પડે છે. કમિશન પહોંચ્યા બાદ જ કામ શરૂ કરવામાં આવે છે. કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યુ છે.