આપણે ઘણીવાર અનેક લોકોને જોયા હશે કે જે લોકો વારંવાર માથામાં ખંજવાળતા હોય છે. આની પાછળ અનેક કારણ હોય છે પરંતુ આ વખતે આપણે તે જાણીશું કે બાળકના વાળમાં જૂ પડી ગઇ છે તો શું કરવું જોઈએ.
સરકાની મદદથી જૂની સમસ્યામાંથી હંમેશ માટે છૂટકારો મેળવી શકો છો. સરકાથી સરળતાથી વાળમાંથી જૂ નિકળી જાય છે. આ માટે વાળમાં ડિસ્ટિલ્ડ સરકો એપ્લાય કરો. ત્યારબાદ થોડી વાર રહીને હેર વોશ કરી લો. ડિસ્ટિલ્ડ સરકાની જગ્યાએ તમે એપલ સાઇડ વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો.
વાળમાં જૈતુનનું તેલ લગાવવાથી જૂ ઝડપથી દૂર થઇ જાય છે. જૈતુનનું તેલ લીખને પણ દૂર કરવાનું કામ કરે છે. જૈતુનના તેલથી બધી જૂ મરી જાય છે. તમે ઇચ્છો છો તો જૈતુનના તેલમાં નારિયેળ તેલ પણ મિક્સ કરી શકો છો.
આ ઉપરાંત પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરીને તમે વાળમાંથી જૂ કાઢી શકો છો. આ માટે રાત્રે ઊંઘતા પહેલાં વાળમાં પેટ્રોલિયમ જેલ એપ્લાય કરો અને ટોવેલથી કવર કરી લો. સવારમાં ઉઠ્યા પછી બેબી ઓઇલ લગાવીને કાંસકો ફેરવો. વાળમાંથી બધી જૂ નિકળી જશે.
ક્યારેક આપણે તે પણ જોયુ હોય છે કે જ્યારે માથામાં વધારે ખંજવાળ આવે ત્યારે વાળ ખરવાની, વાળમાં ઈન્ફેક્શનની પણ શક્યતા હોઈ શકે છે. જેમ શરીરનું ધ્યાન રાખીએ છે તેમ વાળનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે અને તેની પુષ્ટિ કે દાવો કરવામાં આવતો નથી.