Site icon Revoi.in

કોરોના કાળમાં વારંવાર સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ થઈ શકે છે ડ્રાય

Social Share

કોરોના મહામારીને પગલે લોકો નવા-નવા નુશકા અપનાવી રહ્યાં છે. કોઈ વખત આવા નુશકા જોખમ ઉભુ કરી શકે છે. કોરોના કાળમાં લોકો સ્ટ્રીમ લઈને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે. જો કે, દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે. એટલું જ નહીં ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ રહેલુ હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.

એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટીમ ઇન્હેલેશ એટલે ભાપથી શ્વાસ દ્વારા નાક અને મોઢાથી શરીરની અંદરથી કોવિડ-19નો વરાળ લોડ ઓછો થાય છે. પરંતુ આ પુરી રીતે ખોટું છે કે સ્ટીમ કોરોના વાયરસને મારી શકે છે. આ માત્ર કોરોનાથી લડવામાં મદદ કરે છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) અને અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)માથી કોઈએ પણ કોરોનાના ઈલાજ માટે આની સલાહ આપી નથી.

અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના પ્રોફેસરના મતે સ્ટીમ લેવાની પ્રક્રિયા ખુબ રિસ્કી છે અને એનાથી દાજી જવાનો ખતરો રહે છે. તેમજ એ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ કોરોના વાયરસથી બચાવી શકે છે. દિવસમાં બેથી વધુ વખત સ્ટીમ ન લો કારણ કે સ્ટીમ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે.

દિલ્હીમાં ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજી વિભાગના ડાયરેક્ટર અને હેડના જણાવ્યા અનુસાર નાક, સાઈનસ અને ગળાના કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનમાં રેસ્પિરેટરી પેસેજને સાફ કરવા માટે નાસ લેવામાં આવે છે. નાસ લેવાથી જકડનમાં રાહત મળે અને ગળાને આરામ મળે છે. તેનાથી દર્દીઓની અમુક તકલીફોમાં આરામ મળવામાં મદદ મળી શકે છે, પણ તે વાયરસને મારી શકે નહીં.