TTPના આતંકવાદી હુમલાથી ડરી ગયેલા પાકિસ્તાને અફઘાનની તાલિબાની સરકાર પાસે માગી મદદ
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન વર્ષોથી ભારતમાં આતંક મચાવવા માટે આતંકવાદી સંગઠનો અને આતંકી આક્કાઓને પ્રોત્સહન આપી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો હવે પાકિસ્તાનની અસલીયત જાણી ચુક્યાં છે. જેથી હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનને મદદ કરવા માટે કોઈ આગળ આવતું નથી. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે હવે આતંકવાદે પાકિસ્તાનમાં માથુ ઉચક્યું છે. તેમજ તહેરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) આતંકવાદી હુમલાઓને અંજામ આપી રહ્યું છે. જેથી તહેરિક-એ-તાલિબાન (ટીટીપી)નો સામનો કરવા માટે પાકિસ્તાનની સરકારે અફઘાનની તાલિબાની સરકારની મદદ માંગી છે. તેમજ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને આઈએસઆઈ ચીફ કાબુલ ગયાં હતા અને તાલિબાની નેતાઓને મળ્યાં હતા. જો કે, તાલિબાની નેતાઓને ફરી એકવાર તેમને પચન આપીને પરત મોકલી આપ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પાકિસ્તાન આ મુકાલાતને સકારાત્મક માની રહી છે. જો કે, તાલિબાની નેતાઓ સાથે પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળની બેઠક બાદ હવે જોવાનું એ રહે છે કે, ટીટીપી કેવી પ્રતિક્રિયા આપે છે.
તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓના લોહિયાળ હુમલા વચ્ચે અચાનક કાબુલ પહોંચેલા પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને ISI ચીફ નદીમ અંજુમને અફઘાનિસ્તાનથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. તાલિબાન નેતાઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળને ટીટીપી સામે ખાલી ખાતરી આપીને પરત મોકલ્યું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, તાલિબાને ‘ફરી એક વાર વચન’ આપ્યું છે કે તે TTP સમસ્યાનો સામનો કરશે. પાકિસ્તાનનો દાવો છે કે મુલાકાત સારી રહી અને તેનું પરિણામ સકારાત્મક રહ્યું. જોકે વિશ્લેષકો આ સાથે સહમત નથી. પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે અફઘાન પક્ષે ટીટીપી અંગે તેમની ચિંતાઓ સ્વીકારી છે. તાલિબાને દાવો કર્યો છે કે તેણે TTP સહિત અન્ય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અનેક પગલાં લીધા છે. જ્યારે તાલિબાનના રક્ષણ હેઠળ રહેતા TTP આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોહી વહાવી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનીઓ હવે તાલિબાન પાસે મદદની ભીખ માંગી રહ્યા છે. હવે તાલિબાને ફરી એકવાર પાકિસ્તાની રક્ષા મંત્રી અને આઈએસઆઈ ચીફને માત્ર આશ્વાસન આપીને રવાના કરી દીધા છે.