Site icon Revoi.in

1 લી ઓગસ્ટથી હવે સ્પ્રાઈટની બોટલ લીલા રંગમાં જોવા નહી મળે – 61 વર્ષ બાદ કંપનીએ બોટલનો રંગ બદલવાનો નિર્ણય લીધો

Social Share

દિલ્હીઃ- સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે ફૂડની ખાસ ઓળખ તેનું પેકિંગ હોય છે દાખલા તરીકે વાત કરીએ તો પાર્લેજી બિસ્કિટ પર વર્ષોથી આપણે નાની બેબીનું ચિત્ર જોઈ રહ્યા છે એટલે પારલેજીનું નામ પડતા જ ગ્રાહકના માનસપટમાં એ બેબીનું ચિત્ર આવે તેવી જ રીતે સ્પ્રાઈટની બોટલની વાત કરીએ તો આપણે નાના હતા ત્યરથી તેને ગ્રીન કલરની બોટલમાં જ જોઈ રહ્યા છે ,લગભગ છેલ્લા 61 વર્ષથી સ્પ્રાઈટની બોટલ લીલા રંગમાં આવી રહી છે જો કે કંપનીએ આ બોટલને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે 61 વર્ષ બાદ હવે સ્પ્રાઈટની બોચટલનો રંગ બદલાવવા જઈ રહ્યો છે,જે હવે સફેદ અટલે કે ટ્રાન્પરન્ટ રંગમાં આપણાને જોવા મળશે. 1લી ઓગસ્ટના રોજથી કંપની હવે ગ્રીન બોટલના બદલે નવા રંગની બોટલનું જ નિર્માણ કરશે.

. કંપની 61 વર્ષ પછી સ્પ્રાઈટ ગ્રીન બોટલને રિટાયર કરી રહી છે. 1 ઓગસ્ટથી સ્પ્રાઈટની લીલા રંગની બોટલ દેખાશે નહીં. કંપનીએ આ માટે નવો રંગ પસંદ કર્યો છે. પરંતુ લીલી સ્પ્રાઈટ બોટલ નો રંગ લાંબા વ્રષોથી આપણા મગજમાં છપાઈ ગયો છે જે હવે બદલાઈ જશે

સ્પ્રાઈટની અમેરિકન કંપની કોકા કોલાએ 61 વર્ષ પછી આ લોકપ્રિય ઠંડા પીણાને લીલા રંગની જગ્યાએ સફેદ કે પારદર્શક બોટલમાં વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા આ નિર્ણય લીધો છે. 

કંપનીનું કહેવું છે કે સ્પ્રાઈટની ગ્રીન બોટલને બોટલમાં રિસાઈકલ કરી શકાતી નથી. તેથી કંપનીએ તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, રિસાયક્લિંગ દ્વારા તેમાંથી અન્ય ઉત્પાદનો બનાવી શકાય છે.

કોકા-કોલા કંપનીનું કહેવું છે કે તે સ્પ્રાઈટ બોટલને લીલાથી સફેદ અથવા પારદર્શક પ્લાસ્ટિકમાં બદલી રહી છે. આની મદદથી, બોટલ બનાવવા માટે પ્લાસ્ટિકની સામગ્રીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. વર્ષ 1961માં પ્રથમ વખત, કોકા-કોલાએ સ્પ્રાઈટને લેમન લાઈમ  સોફ્ટ ડ્રિંક તરીકે લોન્ચ કર્યું. બીજા વર્ષે એટલે કે 1961માં, કોકા-કોલાએ પેપ્સીના 7Up સાથે સ્પર્ધા કરવા માટે સ્પ્રાઈટ લોન્ચ કરી. આજે, સ્પ્રાઈટ વિશ્વમાં ત્રીજું સૌથી વધુ વેચાતું સોફ્ટ ડ્રિંક છે. તે ભારત સહિત 190 દેશોમાં વેચાય છે.