- આજે દેશભરમાં હોળી-ધૂળેટીની ઉજવણી
- બોલિવુડના અનેક સેલેબ્સે પાઠવી શુભેચ્છા
- ફેંસને હોળી-ધૂળેટીની પાઠવી શુભકામના
હોળી-ધૂળેટીનો તહેવાર ખુશીઓનો છે. આ તહેવાર પર દુશ્મનીને ભૂલીને દરેકને ગળે લગાવવામાં આવે છે. આજે એટલે કે 29 મી માર્ચે દેશભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રંગોથી ભરેલા તહેવારને સૌ કોઈ ધૂમધામથી ઉજવી રહ્યા છે. જો કે,કોરોનાના પ્રકોપને કારણે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના રંગો ફિક્કા છે. પરંતુ હજી પણ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા દરેકને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
હોળી-ધૂળેટીનો રંગ બોલિવુડ પર પણ હમેશાથી ખુબ ચઢતો આવ્યો છે. રાજ કપૂરથી લઈને શબાના આઝમી… તમામ સેલેબ્સના ઘરે હોળી-ધૂળેટીની સ્પેશિયલ પાર્ટી રાખવામાં આવે છે. એવામાં આ વર્ષે, તમામ સેલેબ્સ પોતાના અંદાજમાં ફેંસને હોળી-ધૂળેટીની શુભકામના પાઠવી રહ્યા છે.
કંગના રનોતે હોળી-ધૂળેટીની શુભકામના તેજસની ટીમ સાથે પાઠવી છે,અભિનેત્રીએ લખ્યું છે કે, ધૂળેટીના દિવસે હૃદય ખીલી ઉઠે છે, રંગોમાં રંગ મળી જાય છે… આ સાથે જણાવ્યું છે કે, આ વખતે તે હોળી –ધૂળેટી પર જેસલમેરમાં શૂટિંગ કરી રહી છે.
અમિતાભ બચ્ચને લખ્યું છે કે, હેપ્પી ફેસ્ટિવલ ડે ટુ ઓલ: Lailat Al Bara ah… આપણા મુસ્લિમ મિત્રોને માફ કરવાની રાત, આપણા ખ્રિસ્તી મિત્રો માટે પામ સન્ડે, યહૂદી મિત્રો માટે,હોળી ટૂ હિન્દુ દોસ્તો.શું સંયોગ છે. દર સો વર્ષે અથવા બધા સાથે મળીને ઉજવે છે .
અનન્યા પાંડેએ હોળી-ધૂળેટીની શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, આ હોળી આક્રોશને પાછળ છોડી દે છે અને સકારાત્મકતા,સહાનુભૂતિ અને જીવનની નાની-નાની ખુશીઓને ગળે લગાવી લે છે. તમને અને તમારા પ્રિયજનોને ખુબ-ખુબ શુભકામનાઓ.
-દેવાંશી