Site icon Revoi.in

નારિયેળની કાચલીથી લઈને જૂના ટાયર સુધી, ક્રિએટિવ રીતે કરો ઘરની સજાવટ

Social Share

ઘરની સજાવટમાં વૃક્ષો અને છોડનું ખાસ મહત્વ છે. છોડ લગાવવાથી ઘરની સુંદરતા વધે છે સાથે-સાથે હવા શુદ્ધ થાય છે. સાથે ઇચ્છો તો કિચન ગાર્ડન પણ બનાવી શકો છો. પણ છોડ માટે કંટાળાજનક કૂંડાને બદલે, ઘરની જૂની વસ્તુઓને ક્રિએટિવ રીતે સજાવટ કરી શકો છો.

નાળિયેર ખાધા પછી આપણે તેના કાચલીને ફેંકી દઈએ છીએ. એવું કરવાને બદલે અડધી કાચલીનો ઉપયોગ કૂંડા તરીકે કરી શકાય છે. એક રસ્સી પર આવા પાંચથી છ કૂંડા લટકાવીને પણ શો પીસ બનાવી શકાય છે. આ કૂંડાથી ગેલેરીને સારો લુક આપી શકાય છે.

ફાટેલા જૂતામાં ખાતર મિક્ષ માટીનો ઉપયોગ કરીને તેને કૂંડા તરીકે ઉપયોગ કરી શકો છો. તમે નાના ફૂલોના છોડ માટે પણ શૂ પોટ્સનો ઉપયોગ કરી શકો છો. આ તમારા બગીચાની સુંદરતામાં વધારો કરશે.

કોલ્ડ ડ્રિંકની બોટલમાંથી ફ્લાવર પોટ બનાવી શકો છો. બોટલને વચ્ચેથી કાપવી પડશે. ઉપલા ભાગને ફેંકી દો અને નીચેના ભાગનો ઉપયોગ પોટ તરીકે કરો. બોટલના વચ્ચેલા ભાગને એક બાજુથી કાપીને આખી બોટલમાંથી પોટ પણ બનાવી શકો છો.

જૂના ટાયરનો ઉપયોગ પોટ તરીકે પણ કરી શકાય છે. તમે જૂના ટાયરને તમારા મનપસંદ રંગમાં રંગી શકો છો અને તેને બગીચાના એરિયામાં લટકાવી શકો છો. તેમાં રંગબેરંગી ફૂલો ઉમેરવાથી તેનો લૂક સારો લાગશે.

બાળકોના જૂના રમકડા દૂર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પણ શું તમે જાણો છો કે તમે એવા રમકડાંને બદલી શકો છો જેમાં માટી રાખવા માટે જગ્યા હોય? રમકડાં જેવા કે ટ્રક વગેરે પોટ્સ બનાવવા માટે સારા રહે છે.