ફેબ્રુઆરી મહિનાથી દિલ્હી એરપોર્ટથી હવાઈ યાત્રા કરવા માટે આપવો પડશે નવો ચાર્જ
- દિલ્હી એરપોર્ટથી યાત્રા કરવા માટે ચાર્જ વધરે ચૂકવવો પડશે
- મહામારીથી થયેલા નુકશાનને પહોંચી વળા આ પગલુ ભરવામાં આવ્યું
દિલ્હીઃ-કોરોના મહામારીની અસર આમ તો દેશના અનેક ક્ષેત્રમાં થતી જોવા મળી છે, ત્યારે વિમાનસેવા પર તેની માઠી અસર પડેલી જોઈ શકાય છે, હવે ટૂંક સમયમાં દિલ્હી એરપોર્ટથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને એક મોટો ફટકો પડનાર છે. કારણ કે આવતા મહિનાથી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્રારા હવાઈ મુસાફરો પર એક નવો ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહી છે. કટોકટીની અસરને પહોંચી વળવા માટે તેને એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
જો કોઈ મુસાફર દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ફ્લાઇટ લે છે, તો તેને અલગ ફી ચૂકવવી પડશે. 1 ફેબ્રુઆરીથી, આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે અને 31 માર્ચ સુધીમાં, દિલ્હીથી ઉડાન કરનારાઓએ આ વ્યવસ્થા હેઠળ કુલ 65.98 રૂપિયા સાથે તમામ ટેક્સ ભરવો પડશે. ત્યાર બાદ એપ્ર્લ મહિનાથઈ આ ચાર્જમાં કાપ મૂકવામાં આવશે, વર્ષ 2021-22થી આ ચાર્જ 53 રુપિયા કરવામાં આવશે, ત્યારે વર્ષ 2022-23મા આ ચાર્જની કિંમત 52.56 કરી દેવાશે, તે સાથે જ તેના પછીના બે વર્ષ માટે એટલે કે 2023-24માં આ ચાર્જ 51.97 વસુલવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, એરપોર્ટ ઓથોરિટીએ દિલ્હી એરપોર્ટની તે માંગણીનો સ્વીકાર કર્યો નથી, જેમાં દિલ્હીથી બહાર જતી સ્થાનિક ફ્લાઇટ્સ માટે 200 રૂપિયા અને વિદેશી ફ્લાઇટ્સ માટે 300 રૂપિયા વસૂલવામાં આવે.
સાહિન-