Site icon Revoi.in

ગૌતમ અદાણી, ઝેલેન્સકીથી લઈને પુતિન સુધી -ટાઈમ મેગેઝિનની 100 હસ્તીઓમાં આ નામ સામેલ 

Social Share

મુંબઈ:TIME મેગેઝીને 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ સ્થાન મળ્યું છે.

આ યાદીમાં યુક્રેનની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઈન-ચીફ વાલેરી જાલુઝની, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુએસ પ્રમુખ જો બાઈડેન, મિશેલ ઓબામા, એપલના સીઈઓ ટિમ કૂક,જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનો પણ સમાવેશ થાય છે.

તે જ સમયે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ હતા.આ સિવાય કાશ્મીરી કાર્યકર્તા ખુર્રમ પરવેઝ અને સુપ્રીમ કોર્ટના વકીલ કરુણા નંદીનું નામ પણ સામેલ છે.

ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાનો પ્રભાવ સાબિત કરી રહ્યા છે.લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલા હુમલા વચ્ચે ઝેલેન્સકી અને તેની સેના રશિયાને જડબાતોડ જવાબ આપી રહી છે.

પુતિનની વારંવારની ધમકીઓ છતાં ઝેલેન્સકી પશ્ચિમ સહિતના નાટો દેશો સાથે સંપર્કમાં રહ્યા અને યુક્રેનની સેના તેમની પાસેથી શસ્ત્રો લઈને પુતિનની સેનાને જવાબ આપી રહી છે.જ્યારે વ્લાદિમીર પુતિને યુક્રેન સામે ઘાતકી યુદ્ધ શરૂ કર્યું, ત્યારે યુક્રેનિયનોને તેમના નેતાની જરૂર હતી.એવા સમયે ઝેલેન્સકી યુંક્રેનિયનની સાથે ઉભા રહ્યા હતા અને આત્મસમર્પણ કરવાથી ના પાડી હતી.