અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભગવાન રામજીની જન્મભૂમિને નષ્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ જશે અને સંતોની ઉપસ્થિતિની રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. 22મી જાન્યુઆરીથી પોતાના ઘરમાં રહેશે રામલલા. અમિત શાહ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્વામીનારાયણ ગુરુકુલમાં વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના આયોજીત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, સ્વામી નારાયણ સંપ્રદાયના ગુરુકુલ ગુજરાતના અલગ-અલગ સ્થલો ઉપર કામ કરતી ન હોય તો ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન અધૂરો રહેતો. આ પ્રસંગ્રે અમિત શાહે રામ મંદિર, આતંકવાદ, ભારતીય સેનાના પરાક્રમને લઈને દેશની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા પ્રજાને અપીલ કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, અનેક વર્ષોથી રામ મંદિરનું કામ અટકાવાયું અને લટકાવવામાં આવતું હતું. ભગવાન શ્રી રામજીના જન્મસ્થાનને નષ્ટ કરવામાં આવ્યું હતું. જો કે, 22મી જાન્યુઆરીથી રામલલા પોતાના ઘરમાં જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે.
પાકિસ્તાનનું નામ લીધા વિના અમિત શાહે કહ્યું હતું કે, પડોશી સાથે સંબંધ સારો હોવો જોઈે, પરંતુ સરહદ સાથે છેડછાડ કરવાનો કોઈને અધિકાર નથી. બાલાકોટ એરસ્ટ્રાઈક અને ઉરી સર્જિકલ સ્ટાઈકલનો ઉલ્લેખ કરતા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના હવે ઘસમાં ઘુસીને જવાબ આપી રહી છે. આતંકવાદીઓને હવે સેનાના જવાનો તેમની ભાષામાં જ જવાબ આપી રહ્યાં છે. પીએમ મોદીની સરકારમાં પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, 2014 પહેલા દેશની સીમાઓ સુરક્ષિત ન હતી, યુવાનો અને મહિલાઓ નિરાશ-હતાશ રહેતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે દેશના પીએમ બન્યા તો દેશની તસ્વીર બદલાઈ ગઈ છે. કોરોના કાળમાં સરકારએ સુંદર કામગીરી કરી છે. દેશમાં કોવિડ રસીનું ઉત્પાદન થયું અને ભારતમાં દરેકને કોવિડની રસી પુરી પાડી છે. જો નરન્દ્ર મોદીને 2024માં પીએમ બનાવજો, 2027માં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે.