Site icon Revoi.in

કુલ્લૂથી દહેરાદૂન પહોંચવું સરળ બન્યું, પહાડી રાજ્યો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ

Social Share

નવી દિલ્હીઃ પર્યટન નગરી કુલ્લૂ-મનાલીથી હવે ગણતરીના કલાકોમાં ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન પહોંચી શકાશે. મંગળવારથી બંને પહાડી રાજ્યો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. કુલ્લૂ-મનાલીથી દેહરાદૂન વચ્ચે પહેલી ફ્લાઈટ શરૂ થતા કુલ્લૂના ભુંતર એરપોર્ટ પર વિમાનને વોટર કૈનન સલામી આપવામાં આવી હતી. ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલા બંને તરફથી પાણી વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ ફ્લાઈટમાં 13 યાત્રીકો કુલ્લૂથી દેહરાદૂન ગયા હતા, તો દેહરાદૂનથી 46 યાત્રીકો કુલ્લૂ આવ્યા હતા. અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

શા માટે અપાય છે વોટર કૈનન સલામી?
સિનિયર પાયલટ અથવા એયર ટ્રાફિક કંટ્રોલર રિટાયર સાથે વોટર કૈનન સલામી આપવામાં આવે છે.
એરપોર્ટ પર એરલાઈનની પહેલી અથવા અંતિમ ઉડાન ભરે ત્યારે વોટર કૈનન સલામી આપવામાં આવે છે.
આ ક્ષણોને યાદગાર બનાવવા માટે વોટર કૈનન સલામી આપવામાં આવે છે.

આ ફ્લાઈટ ક્યારે સંચાલિત થશે?
કુલ્લૂ-મનાલી એરપોર્ટથી દેહરાદૂન માટે ત્રણ દિવસ ફ્લાઈટ સંચાલિત થશે. મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ સવારે 8:30 વાગ્યાથી ફ્લાઈટ ઉડાન ભરશે. જેથી યાત્રીકો હવે સરળતાથી દેહરાદૂન પહોંચી શકશે.