માર્ચથી ડિસેમ્બર સુધીમાં પીએમ મોદી 12 વાર ગુજરાતના પ્રવાસે આવશે
- પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે
- વર્ષ 2022માં માર્ચથી લઈને ડિસેમ્બર સુધીમાં આવશે
- ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે માટે તમામ રાજકીય પક્ષ મેદાનમાં છે. સત્તામાં આવવા માટે તમામ પક્ષ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક સમાચાર એવા પણ આવે છે કે પીએમ મોદી આ વર્ષમાં માર્ચથી ડિસેમ્બર સુધીમાં 12 વખત ગુજરાતના પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન મોરચા અને યુવા મોરચાના મહાસમંલેનમાં હાજરી આપશે. સાથે મંત્રીઓ, નેતાઓ અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની (CR Paatil) અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા પણ ઉપસ્થિત રહેવાના હતા. તો CM ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો હાજરી આપી હતી.. એટલું જ નહીં તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા અને શહેર પ્રમુખો પણ હાજર હતા.
બેઠક દરમિયાન સંગઠ દ્વારા આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ રાજ્યના તમામ જિલ્લામાં એક દિવસીય પ્રવાસ કાર્યક્રમ અંગે ચર્ચા કરી.કાર્યક્રમના મુખ્ય એજન્ડા વિશે વાત કરીએ તો, માહિતી પ્રમાણે વર્ષ 2022 એ ચૂંટણીનું વર્ષ છે. જેને લઈને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો ભાજપનો પ્રોજેક્ટ પણ છે કે વન ડે, વન ડિસ્ટ્રીક. એટલે કે એક દિવસ એક જિલ્લો. જેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.