- આજે રાત્રીથી ટોલટેક્સની ચૂકવણીમાં વધારો કરાશે
- 31 માર્ચથી નવા દર લાગૂ કરવામાં આવશે
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ પેટ્રોલ ડિઝલની કિમંતો વધી રહી છે, તો બીજી તરફ ખાદ્યતેલના ભાવો પમ વધતો જોવા મળે છે, આ સાથે જ શાકભાજી અને કઠઓળના ભાવમાં પણ વધારો નોંધાયો છે ત્યારે હવે આજ રાતથી હાઈવે પર મુસાફરી કરવાનું પણ મોંધુ થયું છં.
આજે ગુરુવારની રાતે એટલે કે 31 માર્ચની મધરાત્રીના 12 વાગ્યા પછી હાઈવે પર મુસાફરી કરવી મોંઘી થઈ જશે. તમામ ટોલ પ્લાઝા પર ટોલ વધારે ચૂકવવો પડશે, તેથી હવે ઝલદીથી તમારે તમારા વાહનના ફાસ્ટટેગ પર રિચાર્જ કરાવી લેવું પડશે, જો રકમ ઓછી હોય, તો ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીમાં ટોલ બમણો ચૂકવવો પડશે, પરંતુ પ્રયાગરાજથી 145 કિલોમીટરના અંતરે આવતા બદોરી અને કટોઘન ટોલ પ્લાઝા પર ટોલના જૂના દરો જ વસૂલવામાં આવશે.
NHAI એ તમામ ટોલ પ્લાઝા પર સેન્સરમાં નવો રેટ સ્લેબ અપલોડ કર્યો છે. વધેલા ટોલની વસૂલાત 12 વાગ્યા પછી જ શરૂ કરવામાં આવશે. કારમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે જ બસ, ભારે વાહનો તેમજ એક્સલ વાઇઝ વધારો કરવામાં આવ્યો છે.
બારાજોદ ટોલ પ્લાઝા પર કારમાં મુસાફરી કરવા માટે હવે 225ને બદલે 250 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. અહીં ભારે વાહનોને 935ના બદલે 1030 ટોલ ચુકવવો પડશે. ભારે વાહનોમાં ટોલ 140 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. બસના ટોલટેક્સમાં પણ સવા 100 સુધીનો વધારો કરાયો છે.