Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ કચેરીઓમાં હવેથી 50 ટકા કર્મચારીઓની હાજરી રહેશે

Social Share

અમદાવાદઃ  શહેરમાં કોરોના કેસ વધી રહ્યા હોવાથી મ્યુનિ.કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તેમજ તમામ ઝોનલ કચેરીઓ ૫૦ ટકા કર્મચારીઓની હાજરીથી કામ કરશે. આજે બુધવારે પણ તમામ કચેરીઓમાં 50 ટકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જોકે ફાયરબ્રીગેડ સહિત ઈમરજન્સી સેવાઓમાં આ નિર્ણય લાગુ પડશે નહીં અને તમામ કર્મચારીઓને હાજર રહેવું પડશે. આ ઉપરાત ક્લાસ-વનના અધિકારીઓએ પણ ફરજિયાત હાજરી આપવી પડશે.

શહેરમાં કોરોનું સંક્રમણ વધતુ જાય છે, બીજીબાજુ શહેરની દાણાપીઠમાં આવેલી મ્યુનિ.કોર્પોરેશનની કચેરી તેમજ ઝોનલ કચેરીઓમાં છેલ્લા પંદર-વીસ દિવસથી ભાજપના કાર્યકરો અને તેમના વોર્ડ ના નાગિરકોનો  પદાધિકારીઓની મુલાકાત માટે સતત ધસારો રહેતો હતો. અને તેમને રોકવાના કોઈ પ્રયાસો પણ કરવામાં ન આવતા ભીડ બેકાબૂ બની રહી હતી. તો બીજી તરફ મ્યુનિના ડેપ્યુટી કમિશનરોથી માંડી અન્ય અધિકારીઓ પણ કોરોનાની કામગીરીમાં છીએ તેવા બહાના હેઠળ તેમની કચેરીઓમાં આવતા ન હોવાથી પોતાની ફરિયાદ રજૂ કરવા કોર્પોરેટરો અને અન્ય કામો માટે આવતા નાગિરકો મોડે સુધી બેસી રહીને હાલાકી ભોગવી રહ્યા હતા.અને તેને કારણે પણ ભીડ જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી સહિત ઝોનલ કચેરીઓ ગત માર્ચ ૨૦૨૦માં કોરોનાનું એ.પી. સેટર બન્યું હતું એવી સ્થિતિ ફરી ઊભી થાય નહીં તે માટે મ્યુનિ.કમિશનર મુકેશકુમારે મ્યુનિની તમામ કચેરીઓ પચાસ-પચાસ ટકા કર્મચારીઓની હાજરીથી સેવા આપશે તેવો નિર્ણય લીધો હતો. આ ૫૦ ટકા હાજરીમાં કલાસ ટુ, અને કલાસ ફોરના કમચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલાસ વન સહિતના  અધિકારીઓ તથા તમામ ડેપ્યુટી કિમશનરોને આ નિયમ લાગુ પડશે નહી. તેમની હાજરી ૧૦૦ ટકા ફરિજયાત રહશે. કેસો ઘટશે નહીં ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.