- દરેક રાજ્ય સીધા કંપની પાસેથી કોરોના વેક્સિન ખરીદી શકશે
- બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય
દિલ્હીઃ- દેશભમાં કોરોનાએ ફરી એક વખત પગપેસારો કરી લીધો છે અને દિવસેને દિવસે આ કેસ વધતા જઈ રહ્યા છએ જો કે કોકોરાની વેક્સિને સાજા થવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે હવે સરકારે કોરોનાની વેક્સિનને લઈને આક મહત્વનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ બુધવારે દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે હવે રાજ્યએ એન્ટી-કોરોના રસી માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.હવેથી તેઓ ફાર્મા કંપની પાસેથી રસી ખરીદી શકે છે. આ સાથએ જ પ્રાઈવેટ હોસ્પિટલો પણ આ રસી ખરીદી શકે છે.
આ બેઠકમાં આરોગ્ય સચિવે માહિતી આપી હતી કે આઠ રાજ્યો કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. એટલું જ નહીં, હાલમાં દેશમાં 63 હજારથી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 92 ટકા હોમ આઈસોલેશનમાં છે.
આ સાથે જ રાજ્યોને સલાહ આપવામાં આવી છે. તેઓ મંત્રાલયની કોઈપણ પૂર્વ પરવાનગી વિના સીધા ઉત્પાદકો પાસેથી જરૂરી કોવિડ રસી મેળવવા માટે પગલાં લઈ શકે છે. ખાનગી હોસ્પિટલો પણ ઉત્પાદકો પાસેથી સીધી આવી રસીઓ ખરીદી શકે છે. એકવાર પ્રાપ્ત કર્યા પછી, આ રસીઓ હાલની કોવિડ રસીકરણ માર્ગદર્શિકા અનુસાર લોકોને ઉપલબ્ધ કરાવી શકાય છે.
આ સાથે જ કોરોનાને લઈને કહેવામાં આવ્યું કે જીલ્લા અને તાલુકા કક્ષાએ આરોગ્યની પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. રાજ્યોએ આ માટે સમીક્ષા કરવી જોઈએ. તેમણે અધિકારીઓને કહ્યું કે હોટસ્પોટની ઓળખ પર ધ્યાન આપવું જરૂરી છે જ્યાં વધુ સંક્રમિત થઈ રહ્યા છે.