- દિલ્હીમાં હવે માસ્ક નહી પહેરવા પર દંડ નહી વસુલાય
- જાહેર જગ્યા પર નહી માસ્ક પહેરવા પર 500 રુપિયા લેવાશે નહી
દિલ્હીઃ- દેશભરમાં હવે દૈનિક કોરોનાના નોંધાતા કેસોની સંખ્યા 3 હજારથી ઓછી આવી રહી છે આવી સ્થિતિમાં હવે દેશની રાજધાની દિલ્હીમાં જાહેર જગ્યા એ માસ્ક પહેરવા બબાતે દંડ લેવાના નિયમો બદલ્યા છે જે પ્રમાણે હવે જાહેર સ્થળો એ માસ્ક નહી પહેરો તો તમારે દંડ આપવો પડશે નહી.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ દંડ ન વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીડીએમએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર જાહેર કરાયેલા સત્તાવાર દસ્તાવેજો મુજબ, ત્રણ કોવિડ કેર સેન્ટરની જમીન પણ હવે ફરી મૂળ સંસ્થાને પરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કોરોનાના સંક્રમણનો સામનો કરવા માટે હોસ્પિટલોને આપવામાં આવેલા સંસાધનોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.જો કે હવે સતત ઘટી રહેલા કેસને લઈને આ બેઠક ડંદ ન લેવાના , કોવિડ સેન્ટરની જમીન પાછી પરત કરવા જેવા નિર્ણયલો લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં યોજાયેલી છેલ્લી બેઠકમાં, ડીડીએમએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું અને તેનું ઉલ્લંઘન કરનારાઓ પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરી હતી.જો કે હવેથી જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ ચલણ લેવાના આદેશને પાછો ખેંચવામાં આવ્યો છે.