કચ્છના સામખિયાળીથી ડિસા, અને માળિયાથી અમદાવાદના હાઈવેની બિસ્માર હાલત, ઠેર ઠેર ગાબડાં
ગાંધીધામ : કચ્છમાં છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે. દેશના બે મહાબંદરો ધરાવતો કચ્છ જિલ્લો વેપાર ઉદ્યોગમાં રાજ્યનું લોજીસ્ટીક અને માલ પરિવહનનું મથક ગણાય છે. પરંતુ આ સરહદી જિલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની અત્યંત ખરાબ ખરાબ હાલત હોવાથી અહીંની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડઝસ્ટ્રીઝએ માર્ગોની તત્કાળ મરામતની માંગણી કરી છે. સામખિયાળીથી ડીસા-પાલનપુર હાઇવે ચોમાસામાં ધોવાઇ ગયો છે. ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ વાહન ચલાવવા યોગ્ય રહ્યો નથી. ખરાબ માર્ગને લીધે વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણના પ્રોજેકટ ડાયરેકટર તેમજ ગુજરાત રાજ્યના માર્ગ વિકાસ નિગમને અલગ અલગ પત્રો લખીને ધોરીમાર્ગોના તત્કાળ મરામતનો અનુરોધ કર્યો છે. દેશની આયાત-નિકાસના 40 ટકા હિસ્સાનું પરિવહન આ રાજમાર્ગો પરથી થઇ રહ્યું છે. ત્યારે સામખિયાળીથી ડીસા-પાલનપુર હાઇવે ચોમાસામાં ધોવાઇ ગયો છે. ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ વાહન ચલાવવા યોગ્ય રહ્યો નથી. ખરાબ માર્ગને લીધે વાહન ચાલકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.ખરાબ રસ્તાને કારણે સમય અને ઇંધણનો વ્યય થઇ રહ્યો છે. અકસ્માતો થવાની સંભાવના પણ રહે છે.
આ ઉપરાંત માળીયાથી અમદાવાદ તરફનો ધોરીમાર્ગ કે જે કચ્છને સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાત ઉપરાંત દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. તેની પણ હાલત ઘણી ખરાબ છે.આ માર્ગ ઉપર ધ્રાંગધ્રા પાસે બીજા ઓવરબ્રીજનું કામ ઘણા લાંબા સમયથી ખોરંભે ચડયું છે. પરિણામે એક જ ઓવરબ્રીજ ઉપર ટ્રાફીકનું ભારણ વધતાં ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કચ્છના બંને રાષ્ટ્રીય ધોરી-માર્ગોના ડીવાઇડર ઉપર ધોરીમાર્ગ પ્રાધિકરણના નિયમ મુજબનું પ્લાન્ટેશન દ્રષ્ટિગોચર થતું નથી. જેથી રાત્રિના સમયે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.સરકારે જ્યારે ટોલ પ્લાઝા કંપનીઓને આ રસ્તાની સપૂર્ણ જવાબદારી સાથે કોન્ટ્રેકટ આપ્યો છે ત્યારે રસ્તાની મરંમત, ડિવાઇડર પ્લાન્ટેશન, એમ્બ્યુલન્સ, આરોગ્ય સુવિધા તથા સરળ ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સુનિશ્ચિત થતી હોય છે. આવા સંજોગોમાં આ બંને ધોરીમાર્ગોની તત્કાળ રીસરફેસીંગ કરી મરમતકરણ, તમામ પ્રકારની સુવિધા પુરી પાડવા, ચાર ચક્રી વાહનોને ટોલમાંથી મુક્તિ અપાઇ છે ત્યારે તેવા ટોલ નાકે કારની લાઇનમાં વધારાના સ્પીડ બ્રેકર હટાવવા ચેમ્બરે અનુરોધ કર્યો હોવાનું કહેવાય છે.