Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ ચાર વર્ષનો કરાશે

Social Share

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રેજ્યુએશનનો અભ્યાસ ત્રણને બદલે ચાર વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. અને તેનો અમલ નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીની

સિન્ડિકેટ અને એકેડેમીક કાઉન્સિલની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં અગાઉના બાકી રહેલા કામોના મંજૂરી આપવા ઉપરાંત વિવાદો અંગે રચાયેલી તપાસ કમિટીના અહેવાલો રજૂ કરાયા હતા. આ સિવાય નવી શિક્ષણનીતી અંતર્ગત ગ્રેજ્યુએશન માટે 3 વર્ષને બદલે 4 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. તેમજ જર્જરિત હોસ્ટેલ તોડી ગુજરાત યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી નવી હોસ્ટેલ બનાવવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. યુનિના જે કોર્ષ માટે ચંદ્રકો નથી અપાતા એ કોર્સમાં પણ સ્વ -ભંડોળમાંથી ગોલ્ડ આપવાની વ્યવસ્થા કરવા અંગે પણ ઠરાવ કરાયો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં  સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. નવી શિક્ષણનીતિ મુજબ ગ્રેજ્યુએશનનો અભ્યાસ ચાર વર્ષનું કરવાનું પ્રાવધાન છે. અને તેનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી કરવાનો છે. સિન્ડિકેટની બેઠકમાં તેને મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિની  જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ યુનિવર્સિટીના સ્વ-ભંડોળમાંથી વિદ્યાર્થી માટે બનાવવાનો નિર્ણ લેવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શૈક્ષિણક વર્ષ 2023 – 24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., બીસીએ સહિતનો ગ્રેજ્યુએશનમાં અભ્યાસ 4 વર્ષનું થશે. ઓનલાઇન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામ કોર્સમાં નવી શિક્ષણનીતીનો અમલ કરાશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે. 4 વર્ષ બાદ વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્ષ એનાયત કરવામાં આવશે.