ગાંધીનગરઃ એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના ધો.9, 10ના ગણિત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્ય-પુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો આગામી નવા શૈક્ષણિક સત્રથી બદલાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) દ્વારા કોર્ષ રિડ્યુસ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. NCERTએ કાપ મુકાયેલા અભ્યાસક્રમના નવા પાઠ્યપુસ્તકો બજારમાં આવી ગયા છે. એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. વર્ષ 2018થી ધો.9થી 12ના મુખ્ય વિષયોમાં પાઠ્યપુસ્તકો એનસીઇઆરટીમાંથી અનુવાદ કરીને તૈયાર કરાયા છે. પરંતુ નવી શિક્ષણ નિતી મુજબ દેશભરના તમામ બોર્ડમાં સમાન અભ્યાસક્રમ લાગુ કરવા અને એક સરખી શિક્ષણ પ્રક્રિયાને અમલ કરવાના ભાગ રૂપે અભ્યાસક્રમમાં સુધારો કરાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 2023-24ના શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને ફેરફાર કરાયેલા પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેશે. આ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે..જેમાં ગુજરાત બોર્ડના ધો.9,10ના ગણિત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્યપુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે. આ પુસ્તકો એનસીઇઆરટીના પાઠ્યપુસ્તક પરથી અનુવાદ કરીને તૈયાર કરાયેલા છે. હાલમાં NCERTએ દ્વારા વિજ્ઞાન પ્રવાહના તૈયાર કરવામાં આવેલા પુસ્તકો બજારમા મુકવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધો.9થી 12ના મુખ્ય વિષયોમાં પાઠ્યપુસ્તકો એનસીઇઆરટીમાંથી અનુવાદ કરીને તૈયાર કરાયા છે. પરંતુ નવી શિક્ષણ નિતી મુજબ દેશભરના તમામ બોર્ડમાં સમાન અભ્યાસક્રમ લાગુ કરવા અને એક સરખી શિક્ષણ પ્રક્રિયાને અમલ કરવાના ભાગ રૂપે અભ્યાસક્રમમાં સુધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓને નીટ, જેઇઇ જેવી જાહેર પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)નો મત લઇને કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી જાહેર પરીક્ષાઓમાં પણ નવા કોર્સની બાબતો જ પુછાશે. રાજ્યના વિદ્યાર્થીઓને ઘટાડેલા કોર્સથી જાહેર પરીક્ષાઓમાં અન્યાય નહીં થાય.