1. Home
  2. ગુજરાતી
  3. આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી,જાણો શું છે અને કેવી રીતે કામ કરશે 
આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી,જાણો શું છે અને કેવી રીતે કામ કરશે 

આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી,જાણો શું છે અને કેવી રીતે કામ કરશે 

0
Social Share
  • આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી
  • જાણો શું છે ?
  • કેવી રીતે કામ કરશે

આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવા અને પાસપોર્ટ ધારકના ડેટાને સુરક્ષિત બનાવવા માટે, ભારત સરકાર ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ લોન્ચ કરવા જઈ રહી છે. સરકારે ગયા વર્ષે જ ઈ-પાસપોર્ટ કન્સેપ્ટ વિશે જાહેરાત કરી હતી. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે પુષ્ટિ કરી છે કે તે આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

એસ જયશંકરે કહ્યું છે કે,સરકાર ઇ-પાસપોર્ટ દ્વારા નાગરિકોના અનુભવ અને જાહેર વિતરણમાં સુધારો કરવા માંગે છે.ચિપ આધારિત ઈ-પાસપોર્ટ નવો નથી.એક રિપોર્ટ અનુસાર, 100થી વધુ દેશોમાં ચિપ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.

ઈ-પાસપોર્ટ પણ સામાન્ય ભૌતિક પાસપોર્ટની જેમ કામ કરશે. તેમાં એક નાની ઈલેક્ટ્રોનિક ચિપ હશે. તે ડ્રાઇવિંગ લાયસન્સમાં ચિપ જેવું દેખાઈ શકે છે. આ ચિપ પાસપોર્ટ ધારકની જરૂરી વિગતો જેમ કે નામ, સરનામું અને અન્ય માહિતી સંગ્રહિત કરશે.

ઈ-પાસપોર્ટ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપનો ઉપયોગ કરશે.તેના બેક કવર પર એન્ટેના હશે.આની મદદથી અધિકારી તરત જ પ્રવાસીની વિગતો ચકાસી શકે છે.આનાથી નકલી પાસપોર્ટ ઘટાડી શકાશે અને ડેટા ટેમ્પરિંગની શક્યતાઓ પણ ઘટી જશે.

ટેક જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) આના પર કામ કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે. ભારત સરકારે પણ આ વાતની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, TCS આ માટે MEA સાથે મળીને એક નવું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપી રહી છે.

હાલમાં સરકારે આ અંગે કોઈ જાહેરાત કરી નથી.તેના જારી કર્યા પછી નવા પાસપોર્ટ ધારકને જ ઈ-પાસપોર્ટ આપવામાં આવશે.જોકે, જૂના પાસપોર્ટ માટે આ માટે અરજી કરવી પડશે કે પછી જૂના પાસપોર્ટની મુદત પૂરી થવાની રાહ જોવી પડશે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code