Site icon Revoi.in

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા 4 મહિના બાદ પ્રવાસીઓએ સિંહોને વિહરતા નિહાળ્યા હતા.  પ્રથમ દિવસે જ પ્રવાસીઓએ એક ફૂટ દૂરથી જ સિંહનાં દર્શન કર્યા હતા. સિંહ જોવા માટે પ્રવાસીઓની એટલી પડાપડી થઈ રહી છે કે, 15 નવેમ્બર સુધીના તમામ સ્લોટ બુક થઈ ચૂક્યા છે.

ગુજરાતના 27માંથી 26 અભ્યારણ ચાર મહિના સદંતર બંધ રહ્યા બાદ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જયારે કચ્છના નાના રણમાં ભારે વરસાદના પગલે ઘુડખર અભ્યારણ દિવાળી પછી પ્રવાસીઓ માટે ખુલશે. હાલ અભ્યારણ વિભાગ દ્વારા રણ 31 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં રણમાં ભારે વરસાદના પગલે પ્રવાસીઓ કે વાહનો જઈ શકે એમ નથી, ત્યારે દિવાળી વેકેશનમા પ્રવાસીઓ વધારે આવતા હોવાથી આવકમાં પણ મોટો ફટકો પડશે.

 છેલ્લા ચાર મહિનાથી સાસણમાં સિંહ નિહાળવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા પ્રવાસીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. સિંહના મેટિંગ પિરિયડના કારણે ચોમાસાના ચાર મહિના માટે બંધ રહેતા સાસણ સફારી પાર્ક આજથી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. સફારી પાર્ક ખૂલ્યાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન માટે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે જ પ્રવાસીઓએ એક ફૂટ દૂરથી જ સિંહનાં દર્શન કર્યા હતા. સિંહ જોવા માટે પ્રવાસીઓની એટલી પડાપડી થઈ રહી છે કે, 15 નવેમ્બર સુધીના તમામ સ્લોટ બુક થઈ ચૂક્યા છે.

એશિયાટિક લાયન એ ગીરનું ઘરેણું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેના કારણે એશિયાટિક લાયનને નિહાળવા માટે વર્ષ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે.  ગીર નેચરલ પાર્કમાં  75 પરમિટનું એડવાન્સ બુકીંગ થયું છે. હજુ પણ એડવાન્સ બુકીંગની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવાસીઓના આગમનને લઇને વન વિભાગના સ્ટાફને પણ જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું છે. ખાસ કરીને પ્રવાસીઓ કોઇ પ્રતિબંધિત વસ્તુ લઇને જંગલની અંદર ન જાય તેની પણ વિશેષ સૂચના અપાઇ છે. ગિરનાર નેચર સફારી પાર્કમાં 56 સિંહ, 65 દિપડા અને 11,610 તૃણાહારી- પ્રાણીઓ નોંધાયેલા છે.