- આજથી તાજમહેલમાં ત્રણ દિવસ એન્ટ્રી ફ્રી
- મુઘલ બાદશાહ શાહજહાંના 368મો ઉર્સ
આગ્રાઃ- ઉત્તરપ્રદેશમાં આવેલ વિશ્વની સાતમી અજાયબી તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે ખુશખબર છે,જે લોકો આજથી ત્રણ દિવસ સુધી તાજમહેલની મુલાકાત લેવા જઈ સહ્યા છએ તેઓએ ટિકીટ લેવી પડશે નહી,
જાણકારી પ્રમાણે મુઘલ બાદશાહ શાહજહાંના 368મા ઉર્સના અવસર પર આગરાના તાજમહેલમાં 17 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે પ્રવેશ મફત રહેશે. આ પ્રસંગે ચાદર પોશી, ચંદન, ગુસુલ અને કુલ જેવી ઘણી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
આગ્રા સર્કલ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિક્ષક પુરાતત્વવિદ્ રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, “શાહજહાંના વાર્ષિક ઉર્સ નિમિત્તે તાજમહેલમાં પ્રવાસીઓનો પ્રવેશ 17, 18 અને 19 ફેબ્રુઆરી સુધી મફત રહેશે.” પ્રવાસીઓ 19 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યા પછી સૂર્યાસ્ત સુધી અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મફત પ્રવેશ મેળી શકશે ત્યાર બાદ પહેલાની જેમ િકીટ લેવી પડશે.