Site icon Revoi.in

આજથી RBI શરૂ કરશે પોતાનો ડિજિટલ રૂપિયો,રોકડ રાખવાની નહીં પડે જરૂર!

Social Share

મુંબઈ:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે,તે ટૂંક સમયમાં ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો (E-રૂપી) નું પ્રાયોગિક લોન્ચિંગ શરૂ કરશે.હવે 1લી નવેમ્બર એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે.

ખરેખર, હવે આરબીઆઈની પોતાની ડિજિટલ કરન્સી વાસ્તવિકતા બનવાની છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેક્શન માટે ડિજિટલ ચલણ રજૂ કરશે.તે હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, આનાથી ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં, પેમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મની લોન્ડરિંગને રોકવામાં મદદ મળશે.ડિજિટલ ચલણનો ઉપયોગ સરકારી સિક્યોરિટીઝના સેટલમેન્ટ માટે કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે 9 બેંકોની ઓળખ કરવામાં આવી છે.તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BoB), યુનિયન બેંક, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC બેંકનો સમાવેશ થશે.

ડિજિટલ ચલણના ફાયદા

દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સીની રજૂઆત પછી તમારે તમારી પાસે રોકડ રાખવાની જરૂર રહેશે નહીં.તમે તેને તમારા મોબાઈલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્ક્યુલેશન પર રિઝર્વ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હશે.ડિજિટલ ચલણની રજૂઆત સાથે, સરકાર સાથે સામાન્ય લોકો અને વ્યવસાય માટેના વ્યવહારોની કિંમતમાં ઘટાડો થશે.

આ વિશે માહિતી આપતા RBIએ તાજેતરમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો હેતુ વર્તમાન ચલણ સ્વરૂપોને બદલવાને બદલે ડિજિટલ ચલણને પૂરક બનાવવાનો છે અને વપરાશકર્તાઓને ચુકવણી માટે વધારાનો વિકલ્પ આપવાનો છે. તે કોઈપણ રીતે હાલની ચુકવણી પ્રણાલીઓને બદલવાનો હેતુ નથી. એટલે કે, તે તમારા વ્યવહારો પર કોઈ અસર કરશે નહીં.