Site icon Revoi.in

આજથી જોખમવાળા દેશોમાંથી ભારત આવતા યાત્રીઓ એ નહી રહેવું પડે આઈસોલેશન હેઠળ 

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, ત્યારે અનેક પ્રકારના પ્રતિબંધો વચ્ચે વિદેશથી આવનારા યાત્રીઓ માટે કેન્દ્ર એ નવી ગાઈડલાઈન રજૂ કરી છે.હેઠળ સ્વાસ્થ્ય મંત્રીઓએ જોખમી દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓને લઈને નવો નિર્દેશ જારી કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રામણે 22 જાન્યુઆરીથી, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આઇસોલેશનમાં રહેવું ફરજિયાત નથી. નિર્દેશ મુજબ, જો કોઈ વ્યક્તિ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું જણાય છે, તો તેના સેમ્પલને જીનોમિક પરીક્ષણ માટે INSACOG લેબોરેટરી નેટવર્કમાં મોકલવા જોઈએ. તેઓને નિયત પ્રમાણભૂત પ્રોટોકોલ મુજબ સારવાર આપવામાં આવશે અથવા તેમને આઈસોલેશનમાં રાખવામાં આવશે.

આ સાથે જ સરકારે આજે કહ્યું કે 4 સભ્યોની હાલની મર્યાદાને બદલે, હવે કોવિન પર મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને 6 સભ્યોની નોંધણી કરી શકાય છે.