Site icon Revoi.in

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

Social Share

ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, વન મંત્રી પાસે સમય ન હોવાથી 6થી વધુ મહિના સિંહ યુગલને પીંજરે પુરાઈ રહેવું પડ્યું છે. જોકે આજથી મુલાકાતીઓ સિંહ યુગલને ખૂલ્લામાં વિહરતા નિહાળી શકશે.

ગાંઘીનગરના  ઇન્દ્રોડા પાર્કમાં હાલમા સિંહ દર્શન થતા ન હતા. ગત માર્ચ મહિના પહેલા જૂનાગઢથી સિંહની જોડી લાવવામાં આવી હતી. પરંતુ જોડીને મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવતી ન હતી. સિંહની જોડીનુ નામકરણ કરી દેવામાં આવ્યુ હતુ, છતા મુલાકાતીઓને સિંહના દર્શન થતા ન હતા. જોકે,વન મંત્રીને હવે સમય મળતા આખરે છ મહિના કરતા વધારે સમયથી કોરેન્ટાઇન પિરીયડમાં રહેલી સિંહ જોડીને મુલાકાતીઓ માટે આજે ખુલ્લી મુકવામાં આવશે.

ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પહેલા વાઘ, સિંહ અને દીપડા જોવા મળતા હતા. પરંતુ હાલમાં માત્ર 3 દીપડા જ ઓપનમોટ પ્રકારના પિંજરામાં જોવા મળતા હતા. વાઘનું મોત થતા પાંજરુ ખાલી થઇ ગયુ છે.જ્યારે સિંહની જોડીને માર્ચ મહિના પહેલા લાવવામાં આવ્યા પછી પણ મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવતી ન હતી. જૂનાગઢના ઝુ માથી લાવવામાં આવેલી સિંહ જોડીનુ નામકરણ કરી દેવાયુ હતુ અને તેનુ નામ વસંત અને સ્વાતિ રાખવામાં આવ્યુ છે. પરંતુ તેની ડણક સાંભળવા મળતી ન હતી. જોકે આજે ગુરૂવારથી ઓપનમોટ પાંજરામાં સિંહ અને સિહણ વિહરતા જોવા મળશે.પાર્ક દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે.