ફળો સ્વાસ્થ્યને કરે છે ફાયદો, પરંતુ આ કેટલાક ફળોના બીજનું સેવન તમને કરી શકે છે ભારે નુકશાન, જાણીલો
સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ફળો સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી હોય છે જો કે કેટલાક ફળોના બીજ એટલે કે બીયા એવા હોય છે જેનું સેવન કરી લઈએ તો આપણા સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પહોંચે છે, જો તમે પણ ફળો ખાવાના શોખીન હોય તો તમારે આ ફળો વિશે જાણી લેવું જોઈએ ,જો તમે પણ આ પર્કરના ફળોના બીજનું સેવન કરી રહ્યા હોય તો હવે ચેતી જજો અને આમ કરવાનું ભૂલી જજો.
જાણો એવા ફળો જેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક
સફરજનના બીજ
સફરજન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેજ રીતે તેના બીજ ઝેરી કહી શકાય છે મોટી માત્રામાં એક સાથે આ બીજનું દૂધની ઉપર કે દૂઘ સાથે સેવન કરવામાં આવે તો તે ઝેર સમાન સાબિત થાય છે. સફરજનના ઘણી વખત લોકો સફરજનની સાથે તેના બીજને ગળી જાય છે અથવા તેનો રસ દ્વારા સેવન કરે છે, જે તેમના માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.કારણ કે, સફરજનના બીજમાં એક ઝેરી સંયોજન એમિગડાલિન હોય છે. સફરજન સાથે તેના બીજ ખાવાથી, આ સંયોજન શરીરમાં જાય છે અને પાચન સમયે ઘાતક હાઇડ્રોજન સાયનાઇડ બનાવે છે.
પીચના બીજ
આલુ અને પીચના બીજ પણ ટાળવા જોઈએ. આ બીજમાં ઝેરી સંયોજનો પણ જોવા મળે છે, જે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
જરદાળુના બીજ
જરદાળુના બીજમાં ઝેરી સાયનોજેનિક ગ્લાયકોસાઇડ્સ અને એમીગડાલન સંયોજનો હોય છે. જો આમ કરવામાં આવે તો વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.
ટામેટાંનાં બીજ
સ્વાદ વધારવા ઉપરાંત ટામેટાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા માનવામાં આવે છે. બીજી તરફ ટામેટાના બીજની વાત કરીએ તો સફરજનના બીજની જેમ જ તેનું વધુ માત્રામાં સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. વાસ્તવમાં, ટામેટાના બીજમાં જોવા મળતું ઓક્સાલેટ કિડનીની પથરી બનાવવામાં મદદરૂપ છે
ચેરીના બીજ
સફરજનની જેમ, એમીગડાલિન, એક ઝેરી સંયોજન જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે, ચેરીના બીજમાં જોવા મળે છે. જે પાચન દરમિયાન ઘાતક હાઈડ્રોજન સાયનાઈડ બનાવે છે. આવી સ્થિતિમાં, તમારે ફક્ત ચેરી ખાવી જરૂરી છે જ્યારે તેના બીજને અલગથી કાઢી નાખો.
લીચીના બીજ
લીચી આમ તો સ્વાસ્થઅયને ફાયદો કરે છે પરંતુ ઘણા પોષક તત્વોથી ભરપૂર લીચીના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ઘણી વખત લોકો લીચીના દાણા ચાવવાનું શરૂ કરી દે છે કે તે અન્ય ફળોની જેમ ફાયદાકારક છે. પરંતુ તે તેના સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર કરી રહી છે તેનાથી અજાણ રહે છે., લીચીના બીજમાં એમિનો એસિડ જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝના સ્તરને ખરાબ રીતે અસર કરે છે. તેની સાથે મગજમાં સોજા જેવી સમસ્યા પણ તેની અસરને કારણે ઊભી થઈ શકે છે.