FTIIના વિદ્યાર્થીની ફિલ્મ “સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો”ની 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી
મુંબઈઃ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ નાઇકની ફિલ્મ “સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો”ને ફ્રાન્સના 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ‘લા સિનેફ’ સ્પર્ધાત્મક વિભાગમાં પસંદ કરવામાં આવી છે. આ ફેસ્ટિવલ 15થી 24 મે 2024 દરમિયાન યોજાશે. આ વિભાગ ફેસ્ટિવલનો એક અધિકૃત વિભાગ છે જેનો ઉદ્દેશ્ય નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો છે અને વિશ્વભરની ફિલ્મ સ્કૂલોની ફિલ્મોને ઓળખવાનો છે.
આ ફિલ્મ વિશ્વભરની ફિલ્મ સ્કૂલો દ્વારા સબમિટ કરવામાં આવેલી કુલ 2,263 ફિલ્મોમાંથી પસંદ કરાયેલી 18 શોર્ટ્સ (14 લાઇવ-એક્શન અને 4 એનિમેટેડ ફિલ્મો)માંથી છે. આ કાન્સના ‘લા સિનેફ’ વિભાગમાં પસંદ કરાયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. જ્યુરી 23મી મેના રોજ બુન્યુઅલ થિયેટરમાં પુરસ્કૃત ફિલ્મોના સ્ક્રિનિંગ પહેલા એક સમારોહમાં લા સિનેફ પુરસ્કાર સોંપશે.
“સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટૂ નો” એ એક વૃદ્ધ મહિલાની વાર્તા છે જે ગામમાં મુર્ગીની ચોરી કરી લે છે, જેનાથી સમુદાયમાં અશાંતિ ફેલાઈ જાય છે. મુર્ગીને પાછી લાવવા માટે, એક ભવિષ્યવાણી કરવામાં આવે છે, જેમાં વૃદ્ધ મહિલાના પરિવારનો દેશનિકાલ કરવામાં આવે છે. પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 1-વર્ષના ટેલિવિઝન કોર્સમાંથી કોઈ વિદ્યાર્થીની ફિલ્મ પસંદ કરવામાં આવી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
FTIIના અનન્ય શિક્ષણ શાસ્ત્ર અને સિનેમા અને ટેલિવિઝનના ક્ષેત્રમાં શિક્ષણ માટે અભ્યાસ આધારિત સહ-શિક્ષણ અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે સંસ્થાના વિદ્યાર્થીઓ અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વર્ષોથી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં પ્રશંસા મેળવી છે.
આ FTII ફિલ્મ ટીવી વિંગ વન-યર પ્રોગ્રામનું નિર્માણ છે જ્યાં વિવિધ વિષયો એટલે કે દિગ્દર્શન, ઇલેક્ટ્રોનિક સિનેમેટોગ્રાફી, એડિટિંગ, સાઉન્ડના ચાર વિદ્યાર્થીઓને વર્ષના અંતમાં સમન્વિત અભ્યાસના રુપમાં એક પ્રોજેક્ટ માટે એક સાથે કામ કર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન ચિદાનંદ એસ નાઈક દ્વારા કરવામાં આવ્યું છે, જેનું શૂટિંગ સૂરજ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું છે, સંપાદન મનોજ વીએ કર્યું છે અને સાઉન્ડ અભિષેક કદમ દ્વારા આપવામાં આવ્યો છે.