- ફિલ્મ ’12 ઓ ક્લોક’માં જોવા મળશે મિથુન ચક્રવર્તી
- 8 જાન્યુઆરીએ રીલીઝ થશે આ ફિલ્મ
- ડરામણી અને સસ્પેન્સથી ભરપૂર હશે ફિલ્મ
મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્દેશક રામગોપાલ વર્મા વધુ એક હોરર ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ’12 ઓ’ક્લોક’છે. જેમાં મિથુન ચક્રવર્તી, મકરંદ દેશપાંડે, દિવ્યા જગદાલે, માનવ કૌલ, અલી અસગર, આશિષ વિદ્યાર્થી, દલીપ તાહિલ, ફ્લોરા સૈની અને કૃષ્ણ ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
રામગોપાલે એક ટવિટ દ્વારા આ ફિલ્મની માહિતી તેના ફેંસને આપી હતી. તેમણે ટવિટ કરતા જણાવ્યું કે, ફિલ્મ આવતા વર્ષે 8 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. રામગોપાલ વર્માએ આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ લુકને જોતા એવું લાગે છે કે, આ ફિલ્મ એકદમ હોરર અને સસ્પેન્સથી ભરેલી હશે.
હાલમાં જ રામગોપાલની એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘કોરોના વાયરસ’ રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં કોરોના વાયરસનો ભય રીયલ લાઈફમાં કેવો છે, તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા એક પરિવારની છે. તે બતાવે છે કે, કોરોના મહામારી દરમિયાન એક પરિવાર પહેલા તો ખુબ જ ખુશ નજરે પડે છે, પરંતુ પરિવારના એક સભ્યને કોરોના થાય છે, જેના પછી ઘરનો માહોલ સંપૂર્ણપણે બદલાય છે. ઘરનો દરેક સભ્ય ગભરાયેલો જોવા મળે છે. જો ઘરમાં કોઈ એક વ્યક્તિને કોરોના થાય છે,તો ઘરની હાલત કેવી થઇ જાય છે, આ વસ્તુને રામગોપાલે પોતાની ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે.
_દેવાંશી