અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટનને લઈને ચાલી જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે શુક્રવારે રામલલાની પૂર્ણ તસવીર સામે આવી છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.
રામલલાની મૂર્તિ અદભૂત છે. ચહેરા પર મુસ્કાન ભગવાન રામની વિનમ્રતા અને મધુરતાને દર્શાવે છે. રામલલાનું આ સ્વરૂપ સાક્ષાત ભગવાન રામની ઉપસ્થિતિ રૂપ પ્રતીત થાય છે. પહેલી નજરમાં રામલલાની આ મૂર્તિ જોનારાઓને મંત્રમુગ્ધ કરે છે.
આસ્થા અને આધ્યાત્મની ઝલક આ મૂર્તિથી ઝલકે છે. જે પહેલી જ નજરમાં રામભક્તોને આકર્ષિત કરે છે. ભગવાન રામના મસ્તક પર લાગેલું તિળક સનાતન ધર્મની વિરાટતાને દર્શાવે છે. જે દર્શન કરનારાઓને ભક્તિની એક અલગ દુનિયામાં લઈ જાય છે.
મૂર્તિમાં ઓમ, ગણેશ, ચક્ર, ગદા, સ્વસ્તિક અને હનુમાનની આકૃતિ બનેલી છે.
આ પહેલા 17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ રામમંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. મૂર્તિને અંદર લાવતા પહેલા ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી. તેના પછી 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં મૂર્તિને સ્થાપિત કરવામાં આવી.
રામમંદિરમાં 16 જાન્યુઆરીએ રામલલા માટેનું અનુષ્ઠાન શરૂ થયું હતું. રામમંદિર ટ્રસ્ટના અધિકારીઓ પ્રમાણે, અનુષ્ઠાન 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા માટે જરૂરી દરેક અનુષ્ઠાન આયોજીત કરવામાં આવશે. 121 આચાર્ય અનુષ્ઠાનનું સંચાલન કરી રહ્યા છે.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 મિનિટ પર શરૂ થશે અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થશે. પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહીત ઘણાં લોકો સામેલ થશે. મીડિયા અહેવાલો મુજબ, મૈસૂર ખાતેના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ 51 ઈંચની છે.