મૌન રહેવું આરોપીનો મૂળભૂત હક: એનઆઈએને ઠપકો આપીને હાઈકોર્ટે કસ્ટડી વધારવાનો કર્યો ઈન્કાર
હૈદરાબાદ: તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં કહ્યું છે કે કોઈપણ આરોપીની કેવી પણ પૂછપરછ હોય અથવા તપાસના મામલામાં ચુપ રહેવાનો અધિકાર બંધારણ હેઠળ સુરક્ષિત તેનો એક મૂળબૂત અધિકાર છે. તેની સાથે જ હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ એજન્સી આ કારણથી અન્ય અરજી આપીને આરોપીની કસ્ટડી વધારવાની માગણી કરી શકે નહીં. કોર્ટે એક મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ઠપકો આપતા કહ્યું છે કે આ આરોપ પર કે આરોપી ચુપ છે, અથવા સંતોષજનક જવાબ આપી રહ્યો નથી, અમે તેની કસ્ટડીનો સમયગાળો વધારી શકીએ નહીં.
જસ્ટિસ કે. લક્ષ્મણ અને જસ્ટિસ કે. સુજાનાની ખંડપીઠે એક ગુનાહિત મામલામાં દાખલ અપીલ અરજી પર સુનાવણી કરતા આ આદેશ પારીત કર્યો છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના એક સદસ્યે નીચલી અદાલત દ્વારા તેના રિમાન્ડનો સમયગાળો પાંચ દિવસ લંબાવવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજદારોએ પોતાની અપીલ અરજીમાં કહ્યુ છે કે એનઆઈએએ 13 જૂન, 2023ના રોજ આરોપીને એરેસ્ટ કર્યા હતા. તેના બીજા દિવસે 14 જૂને નીચલી અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેના પછી 4 જુલાઈએ અદાલતે આરોપીને પાંચ દિવસની કસ્ટડી પર મોકલ્યા હતા. તપાસ એજન્સીએ અરજદારને 5 દિવસોની અવધિ માટે રિમાન્ડ પર લીધા.
તપાસ એજન્સીએ 1 સપ્ટેમ્બર, 2023ના રોજ બીજી અરજી આપીને ફરીથી પાંચ દિવસો માટે આરોપીઓની કસ્ટડી માંગી હતી. તપાસ એજન્સીએ અદાલતને જણાવ્યું કે કસ્ટડી દરમિયાન આરોપીએ મામલામાં સંતોષજનક ઉત્તર આપ્યો નથી, તે મોટાભાગના સવાલો પર ચુપ રહ્યો. માટે તે મામલામાં તપાસ હાલ પ્રક્રિયાધીન જ છે. આના આધારે ટ્રાયલ કોર્ટે એનઆઈએની અરજીને મંજૂર કરી.
બીજી તરફ આરોપી અરજદારે આ આધાર પર તેને પડકારી હતી કે સીઆરપીસીની કલમ-167 અને ગેરકાયદસર ગતિવિધિ રોકથામ અધિનિયમ 1967ની કલમ – 43(ડી)(2)(બી) પ્રમાણે, રિમાન્ડ માટે અરજી ધરપકડની તારીખથી 30 દિવસ પહેલાની અવધિની અંદર દાખલ કરવી જોઈએ, જ્યારે આ મામલામાં ધરપકડને 30 દિવસ ઘણો સમય પહેલા વીતી ચુક્યા હતા.
આના પર હાઈકોર્ટની ખંડપીઠે કાયદાકીય જોગવાઈઓના વિશ્લેષણ કરી અને નિર્ણયોના સંદર્ભ લીધા બાદ કહ્યું કે પોલીસ કસ્ટડીના વિસ્તરણ માટે બીજી અજી 30 દિવસ બાદ પણ દાખલ કરી શકાય છે. શરત એ છે કે તપાસ એજન્સીની પાસે તેમના માટે યોગ્ય કારણ હોય. કોર્ટે કહ્યું છે કે આ મામલામાં પણ એનઆઈએની અરજી મંજૂરી યોગ્ય છે. પરંતુ તેણે જે કારણ જણાવ્યું છે, તે સંતોષજનક અને સ્વીકાર યોગ્ય નથી કે આરોપી પૂછપરછ દરમિયાન ચુપ હતો, માટે કસ્ટડી વધારવામાં આવે.