Site icon Revoi.in

વડોદરાની M S યુનિવર્સિટીમાં FY B COMમાં 5400 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ફર્મ કર્યો, 400નો પ્રવેશ રદ

Social Share

વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની 400 વિદ્યાર્થીઓએ ફી નહીં ભરતા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 5,839 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, 400 જેટલા વિદ્યાર્થીએઓએ હજી સુધી ફી ભરી નથી. જેથી, તેમના સ્થાને હવે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. યુનિવર્સિટીએ રિમાન્ડ કરવા છતાં 400 જેટલાં વિદ્યાર્થીઓએ હજુ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. તેથી 400 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એમ.એસ. યુનિવર્સિટીમાં બેઠકો વધારવાના ભારે વિવાદ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ફી ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જો કે, 400 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ફી હજી સુધી ભરી નથી. જેથી, આ 400 જગ્યાઓ ખાલી પડી છે. અત્યાર સુધીમાં 5,400 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાનું એડમિશન કન્ફર્મ કરી દીધુ છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં એમકોમની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. જેથી વિવિધ સંગઠનો એમકોમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ એમ.એસ. યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઇચ્છે છે, તેમને અન્ય કોલેજોમાં એડમિશન લેવું કે નહીં, તે અંગે મુંઝવણ ઉભી થઈ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એમ એસ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોલેજોમાં પણ શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. હજે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી તેવા વિદ્યાર્થીઓએ બહારગામ કે અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ મેળવી લીધો હોય એવું માનવામાં આવે છે.